બોડેલી એકતા મંચ દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈઓની ઉપસ્થિતિમાં રોજા ઇફ્તારી યોજાઇ.

0
126

છોટાઉદેપુર જીલ્લા ના
બોડેલી સર્કિટ હાઉસ ખાતે રોજા ઇફતયારી નુ આયોજન કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે તારીખ 10.6.2018 ના રવિવાર ના રોજ મુસ્લિમ સમાજ ના પવિત્ર રમજાન માસમાં ના પચ્ચીસમાં રોજે હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું..
પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે
દર વર્ષની જેમ આ વર્ષે પણ બોડેલી એકતા મંચ દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈઓની ઉપસ્થિતિમાં સામૂહિક ઇફતયારી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સૈયદ હસન અલી બાવા અને સૈયદ મોઈન બાવા દ્વારા દેશમાં ભાઈ ચારો શાંતિ સદભાવના બની રહે અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એ માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.
રોજા ઇફતયારી માં ખુબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા થયા હતા
બોડેલીએકતા મંચ દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈઓએ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો

ઇમરાન મન્સૂરી બોડેલી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY