આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ પરીમલસિંહ રણાની અધ્યક્ષતામાં આજ રોજ ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં જંબુસર તાલુકા પ્રમુખ તરીકે મુકેન્દ્રસિંહ ફતેસિંહ યાદવ તથા જંબુસર શહેર પ્રમુખ તરીકે મલેક જાવેદ મુર્તુજા,આમોદ તાલુકા પ્રમુખ તરીકે ઉસ્માન મીંડી તથા આમોદ શહેર પ્રમુખ તરીકે મુકેશ મનુ વસાવા, વાગરા પ્રમુખ કમરૂજમા અબ્દુલ પટેલ અને કાર્યવાહી પ્રમુખ તરીકે સુરેશ ચંદુ પરમાર,ભરૂચ પ્રમુખ તરીકે સલીમ યાકુબ પટેલ,અંકલેશ્વર તાલુકા પ્રમુખ તરીકે હજુ બાકી રાખેલ છે જયારે અંકલેશ્વર શહેર પ્રમુખ તરીકે જગતસિંહ તખતસિંહ વાંસદીયાની વરણી કરવામાં આવી હતી.હાંસોટ તાલુકા પ્રમુખ તરીકે પરેશ નારણ પટેલ,ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે પિયુષ ચંદુ પટેલ ,વાલિયા તાલુકા પ્રમુખ રાકેશ ચંદુ વસાવા જયારે નેત્રંગ તાલુકા પ્રમુખ તરીકે સંજય રવિ વસાવાની વરણી કરવામાં આવી છે.
આમ ભરૂચ જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નાઝુ ફડવાળાના હસ્તે તાલુકા અને શહેર પ્રમુખોને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






