ભરૂચ,તા.૧૫
ભરૂચના લિંક રોડ પર આવેલી પારિજાતક વિહાર સોસાયટીની બહાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર લાગ્યા છે. આ બેનરમાં લખ્યું છે કે, ‘કોઇ પણ પક્ષે પારીજાતક વિહારમાં ચૂંટણીના પ્રચાર અર્થે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં’. જેને પગલે સત્તા પક્ષ ભાજપમાં દોડધામ મચી ગઇ છે.
સોસાયટીની બહાર લાગેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે, ‘વોર્ડ નં-૨, પારીજાતક વિહાર સોસાયટીમાં ૫ વર્ષમાં કોઇ પણ વિકાસના કામો ન થયા હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટાયેલા નગરસેવાના સભ્યો આ વિસ્તારમાં જાવા તૈયાર નથી. સરકારશ્રીને તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરવામા આવે છે. કોઇ પણ પક્ષે પારીજાતક વિહારમાં ચૂંટણીના પ્રચાર અર્થે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં’.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




