ભરૂચ જીલ્લાપોલીસઅધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસો ઝગડીયા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો. હિતેષભાઇને મળેલ માહીતીના આધરે ઝગડીયા ચોકડી પાસે ખાનપાર્ક સોસાયટી સામે ખુલ્લી જગ્યામા વરલી મટકાનો જુગાર રમતા પાંચ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ઝગડીયા પો.સ્ટેમા સોપવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓના નામ(૧)શીવાભાઇ ભલુભાઇ વાળંદ રહે.ઝગડીયા રખા ફળીયુ તા.ઝાગડીયા જી.ભરૂચ(૨)જાવેદખાન અસ્મતખાન પઠાણ રહે.ઝગડીયા સુલ્તાનપુરા તા.ઝાગડીયા જી.ભરૂચ(૩) જયેશભાઇ દલશુખભાઇ વસાવા રહે. મોહન ફળીયુ ઝગડીયા તા.ઝગડીયા જી.ભરૂચ(૪) રાજુભાઇ દલપતભાઇ મલ રહે,ચોકડી ખાનપાર્ક સામે ઝુપડપટ્ટીમા તા.ઝગડીયા જી.ભરૂચ (૫)બાહીદાસ ધમાભાઇ વસાવા રહે,રાણીપુરાગામ તા.ઝગડીયા જી.ભરૂચ
મુદ્દામાલ-અંગઝડતીના રોકડા રૂપિયા ૨૦,૦૮૦/- તેમજ મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૩,૫૦૦/- આમ કુલ્લે મુદામાલ કિ.રૂ. ૨૩,૫૮૦ /-નો જપ્ત કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





