પાલેજ પો.સ્‍ટે વિસ્તારમા જુગાર રમતા અગીયાર શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
103

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડસામા તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર જે. એન.ઝાલાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ. એસ. ચૌહાણ તથા એલ.સી.બી.ની ટીમ પાલેજ પો.સ્ટે વિસ્તારમાપેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હે.કો.જયેન્દ્રભાઇને મળેલ બાતમી આધારે પાલેજ રેલ્વે ફાટક પાસે આવેલ એસ.કે-૨ સોસાયટી સામે ખુલ્લી જગ્યામા જુગાર રમતા અગીયાર આરોપીઓને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ– (૧) ઇમામખાન નીઝામખાન પઠાણ રહે. જુમ્મા મસ્જીદ પાસે પાલેજ તા.જી.ભરૂચ (૨)સંતોષકુમાર ગંગાપ્રસાદ અગ્રવાલ રહે.મકાન નં-૩૦૨ બીલ્ડીંગ નં-૩ શ્રીજીનગરી રામનગર જી.સુરત (૩) વલીભાઇ ઇસ્માઇલભાઇ પટેલ રહે. પટેલ’ફળીયુ સાંસરોદ તા.કરજણ જી.વડોદરા (૪) મહંમદ ફારુક ગુલામભાઇ દુધવાલા રહે.હનુમાન ફળીયુ, ન્યાય મંદીર સાયકલ બઝાર જી.વડોદરા (૫) મુબારક મોહંમદ કેશવાનીયા રહે. પટેલ ફળીયુ કરગટ તા.જી.ભરૂચ (૬) રાકેશભાઇ મણીભાઇ પટેલ રહે. નવાબજાર શીવશક્તી પાર્ક આસ્થા હોસ્ટેલની સામે પાદરા રોડ તા.કરજણ જી.વડોદરા (૭)મોહંમદ ઇબ્રાહીમ અબ્દુલ કાદર ખજુરીવાલા રહે.મોટી વોહરવાડી વાડી,વડોદરા (૮)ધર્મેશકુમાર જયેશભાઇ દોષી રહે.મકાન નં-૩૭ માધવ પાર્ક સોસાયટી નવા બજાર તા.કરજણ જી.વડોદરા (૯)ઇસ્માઇલભાઇ મુસાભાઇ અહમદ પટેલ રહે.દરબાર સ્ટ્રીટ સેગવા તા.જી.ભરુચ (૧૦)નાસીરભાઇ સુલેમાનભાઇ સાજી રહે.ભાદી ગામ ખરોડ ગામ પાસે તા.અંક્લેશ્વર જી.ભરુચ (૧૧)ઇબ્રાહીમભાઇ હસનભાઇ પટેલ રહે.સંતોષી વસાહત સબજેલ પાસે તા.જી.ભરુચ

જપ્ત કરેલ મુદ્દામાલ
ઇસમોની અંગ ઝડતીના રોકડા રૂ ૨૧,૦૦૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂપીયા ૭,૫૫૦/-કુલ્લે રોકડ રૂ. ૨૮,૫૫૦/- તથા મોબાઇલ ફોન-૯ કિં.રૂ. ૩૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ ૬૦,૫૫૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY