નારાયણ સાઈને સજા અપાવનાર ભરૂચના સરકારી વકીલ પી એન પરમારનું સન્માન કરાયું

0
18

મને કેસ ચલાવવાની તક મળી તે ગૌરવની બાબત પ્રફુલ પરમાર

ભરૂચના વકીલ મંડળ દ્વારા પ્રફુલ પરમાર નું વિશેષ સન્માન કરાયું

ચકચારી નારાયણ સાઈ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે ભરૂચ જિલ્લાના સરકારી વકીલ પ્રફુલસિંહ પરમારની નિમણૂક કરાઇ હતી પુરાવો અને તેઓની દલીલોના આધારે કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફરમાવતા ફરિયાદી પક્ષે દલીલ કરનાર ભરૂચ જિલ્લાના સરકારી વકીલ પ્રફુલ સિંહ પરમાર નુ ભરૂચ વકીલ મંડળોએ સન્માન કરી તેઓની કામગીરી બિરદાવી હતી

નારાયણ સાઈ દુષ્કર્મ કેસમાં સેસન્સ કોર્ટના જજ પ્રતાપ દાન ગઢવી એ નારાયણ સાંઈને દુષ્કામૅ માં અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય બદલ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે ભરૂચ જિલ્લા ના મુખ્ય સરકારી વકીલ પ્રફુલ સિંહ પરમાર ની નિમણૂક થઈ હતી તેમણે રજૂ કરેલા પુરાવા સાક્ષીઓની તપાસ દસ્તાવેજી પુરાવાઓ તેમજ દલીલોના આધારે કોર્ટે નારાયણસાંઇને આજીવન કેદની સજા સંભળાવી હતી ભરૂચ જિલ્લા વકીલ મંડળના પ્રફુલસીહ પરમાર સભ્ય હોય તેમજ મુખ્ય જિલ્લા સરકારી વકીલ હોય ભરૂચ બાર એસોસિયેશન માટે આ ગૌરવ સમાન બાબત બની છે જે ભરૂચ બાર એસોસિએશન દ્વારા બાર રૂમમાં પ્રફુલ સિંહ પરમાર નું સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ વકીલો તેમજ બાર એસોસિએશનના પ્રમુખ સહીત અન્ય વકીલો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સરકારી વકીલ અને નારાયણ સાઇ નો કેસ સરકાર તરફે લડના પ્રફુલસીહ પરમારે જણાવ્યું હતું કે મને જે કેસ ચલાવવાની તક મળી તે મારા માટે ગૌરવની બાબત છે હું પણ તમારા વકીલો પૈકીનો એક છું તમામ વર્ગ અને વકીલ આલમ ને હું સંતોષ આપી શક્યો છું તમામ તરફથી કેસ ના ચુકાદા પછી મને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY