મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ.

0
254

આજ રોજ ભરૂચમાં આવેલ ડો,બાબાસાહેબ આંબેડકર ભવનમાં ભરૂચ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્રારા મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્રારા તારીખ ૧-૮-૧૮ થી ૧૪-૮-૧૮ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પાંખવાડિયાના ભાગરૂપે ૮-૮-૧૮ ના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામની મહિલા સરપંચ,મહિલા તલાટી કમ મંત્રી તથા મહિલા નિગરાની સમિતિના સભ્યો,અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ ની ટીમ સહિત ઉપસ્થિત રહેલ મહિલા ઓને સ્વચ્છતા અંગે માહિતગાર કરી સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY