ભરૂચ નગર પાલિકા નું રૂ.૧૯ કરોડ ના પુરાંતવાળા બજેટ મંજુર કરાયું : ચાલુ સભાએ નગરસેવકોએ કર્યું વોક આઉટ.

0
151

મચ્છરોના ઉપદ્રવના લીધે શહેરના લોકોને થતી હેરાન ગતિના કારણે વિપક્ષે મચ્છરદાની ઓઢી અનોખો વિરોધ કર્યો હતો.

ભરૂચ:
આજ રોજ ભરૂચ નગર પાલિકા ની બેજટલક્ષી સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં સફાઈવેરો અને લાઈટવેરા ના વધારા સહિત મચ્છરો ના ઉપદ્રવ ના મુદ્દે વિપક્ષે શાસક પક્ષનો ઘેરાવ કર્યો હતો.સામાન્ય સભા માં વર્ષ ૨૦૧૮-૧૯ નું રૂપિયા અંદાજે ૧૯ કરોડના પુરાંતવાળા બજેટને વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે આખરે સર્વાંગની મંજુરીથી બજેટ મંજુર થયું હતું. આ બજેટમાં સફાઈવેરા અને લાઈટવેરામાં પાંચ ટકાનો વધારો કરતાં નગર પાલિકા શાસકો પક્ષો દ્વારા રૂપિયા ૨૦૦ તેમજ પાણીવેરાના રૂપિયા ૬૦૦ થી વધારી ૯૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત સહિત દરેક વોર્ડ દીઠ રૂપિયા ૫૦ લાખની ફાળવણી વિકાસકાર્યો માટે કરવાની વિપક્ષ ની ભલામણ ને પણ આવરી લઈ બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે આ સામાન્ય સભામાં ભરૂચ શહેરમાં વધી રહેલા મચ્છરોના ઉપદ્રવ કારણે વિપક્ષી સભ્યોએ સભામાં મચ્છરદાની ઓઢી બેસીને અને સાથે મચ્છર રેકેટ રાખીને અનોખો વિરોધ કરી સાશન પક્ષના લોકોને ઘેર્યા હતાં.
આ સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૮ -૧૯ના બજેટ ઉપરાંત બાગ બગીચા, મોટર ગેરેજ,મેલેરિયા, કારોબારી સહિત વિવિધ સમિતિ ઓના ૪૧ જેટલા એજન્ડા નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૩૯માં મુદ્દા તરીકે સમાવિષ્ટ ભરૂચ નગર પાલિકાના ભ્રષ્ટાચાર ના કારણે ફરજ મોકૂફ કરાયેલ નગર પાલિકાના કર્મચારી ઓ સુનીલ કાપડિયા તથા દરબાર વલી પટેલને ફરીથી ફરજ પર લેવા બબાતે વિપક્ષના વિરોધ બાદ શાસક પક્ષના જ વોર્ડ નંબર ૮ ના સભ્ય જીગ્નેશ મિસ્ત્રી,ભરત શાહ સહિતના અન્ય નવ થી દશ સભ્યો એ પણ વિરોધ કરી જ્યાં સુધી ન્યાયાલયની પ્રક્રિયા સંપન્ન ના થાય ત્યાં સુધી નોકરી પર નહીં લેવાની દરખાસ્ત કરતા શાસક પક્ષનો અંદરો અંદરની આંતરિક લડાઈ સામે આવી હોય તેમ લાગી રહ્યું હતું. જોકે બીજા ઘણા મુદ્દાઓ અને ખાસ તો ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષે શાસક પક્ષના લોકોને ભીંસમાં લીધા હતા. આજની આ મળેલ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ પણ અમુક એજન્ડા પર વાંધો ઉઠાવતાં શાસક પક્ષનું મોવડી મંડળ શું પગલાં લે છે તેતો જોવું રહ્યું.? આમ જોતાં શાસકપક્ષમાં આંતરિક લડાઈ હવે ચરમસીમાએ પહોંચી હોય એમ લાગી રહ્યું છે.

જોકે ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાના જણાવ્યા અનુસાર જે આમ નાગરિકો પર વેરો ઝીંકવા માં આવ્યો છે તે ફક્ત કોમર્શિયલ પર ઝીકયો હોતે તો પણ ચાલે એમ હતું પરંતુ સત્તાના જોરે આમ નાગરિકોના માથે વધુ બોજ નાખવામાં આવ્યો છે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે નગરપાલિકા દ્વારા ગેબિયન વોલની જગ્યા પર શહીદ સ્મારક ક્યારે બનાવવામાં આવશે. આ સવાલ પૂછતાં જ વિવાદ વકર્યો હતો, પરંતુ આ જગ્યાએ શહીદ સ્મારક બનવું જ જોઈએ અને તે જગ્યા બીજી કોઈ પણ જગ્યા કરતા આ સ્મારક માટે ઉત્તમ છે એમ કહી શકાય, જેથી તેના માટે સર્વ સંમતિથી ઠરાવ પસાર કરી શક્યા હોતે પણ ન કરવાનું કારણ સમજી શકાય એમ છે કે સત્તાપક્ષ કોને સહકાર આપી રહ્યું છે. પરંતુ શહીદ સ્મારક તો ત્યાં જ બનશે. જો સત્તાપક્ષ આ બાબતે સમર્થન નહીં આપે તો વિરો પક્ષ પોતાની લડત ચાલુ રાખશે જ્યાં સુધી શહીદ સ્મારક ન બને. તથા આજે ભરૂચમાં જે રીતે મચ્છળો ઉપદ્રવ મચાવી રહ્યા છે તે જોતા ચોખ્ખું દેખાઈ આવે છે કે નગરપાલિકાને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા નથી તેમને તો ફક્ત વેરો ઉઘરાવવામાં જ રસ છે. સત્તાપક્ષના નગર સેવકો જે રીતે ચાલુ સભાએ વોક આઉટ કરી ગયા તે જોતા લાગી રહ્યું છે કે નગરસેવકો સિસ્ટતા ગુમાવી બેઠા છે જેથી તેમના પર આકરા પગલાં લેવા જોઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY