દસાડા તાલુકામાં મધ્‍યાહનભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક –કમ-કુક ની નિમણૂંક કરાશે

0
20

 

મામલતદારશ્રી – પાટડીની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે પાટડી (દસાડા) તાલુકાના વાલેવડા પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, પાટડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૨૦/૬/૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી પાટડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
મો. ૯૮૨૫૫ ૯૧૬૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY