ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભામાંથી વિપક્ષે કર્યું વોકઆઉટ

0
12

ભરૂચ;
ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોંગ્રેસી સભ્યો ગત બેઠકમાં લેવાયેલ ફરજ મોકુફી પાલિકાના કર્મચારીઓ ને પરત લેવાના નિર્ણયનો અમલ નહી કરવા અંગે ના ઠરાવ પર ચર્ચાની માંગણી સાથે વોકઆઉટ કર્યો હતો.વિપક્ષની ગેરહાજરીમાં શાસક પક્ષે નવ જેટલા એજન્ડા ઓને મંજુરી ની મોહર મારી હતી.

ઇન્ચાર્જ પાલિકા પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલાની અધ્યક્ષતા માં ભરૂચ નગર પાલિકા ના સભા ખંડમાં આજ રોજ સામાન્ય સભાની મીનીટસ ની મંજુરી સાથે અન્ય કુલ નવ એજન્ડા માટે મળી સામાન્ય સભા મળી હતી.

સામાન્ય સભાના પ્રારંભમાં જ તારીખ ૨૦ મી માર્ચ ૨૦૧૮ ના રોજ મળેલ સામાન્ય સભામાં વિપક્ષના વિરોધ ને અવગણી ને ભ્રષ્ટાચાર ના મુદ્દે ફરજ થી મોકૂફ કરાયેલ ભરૂચ નગર પાલિકાના બે કર્મચારીઓ ને પરત ફરજ પર લેવાના નિર્ણયનો અમલ કેમ નહિ કરવામાં આવ્યો….? તથા ક્યાં દબાણ હેઠળ આ નિર્ણય નો અમલ નથી કરાતો….? જેવા પ્રશ્નો પૂછી વિપક્ષી સભ્યોએ ચર્ચા ની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ નો મારો ચાલવા સાથે આ મુદ્દે સુધારો મૂકી મતદાન થી સમગ્ર મુદ્દો ઉડાવી દેવામાં શાસક પક્ષ સફળ થયો હતો.

ત્યારે બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું અને શાસક પક્ષે તમામ નવ એજન્ડાઓ ને બહુમતના આધારે પસાર કરી દઈ સામાન્ય સભાની કામગીરી પુરી કરી લીધી હતી.તો સામાન્ય સભામાંથી વોક આઉટ કરી વિપક્ષી સભ્યો મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા.
સામાન્ય સભામાં વિપક્ષના આક્રમકતા ને જોતા સામાન્ય સભા પૂર્વે જ સભાખંડ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આમ સામાન્ય સભામાં અધ્યક્ષ પદ સંભારનાર ઇન્ચાર્જ પ્રમુખ પ્રફુલ્લાબેન દૂધવાલાએ વિપક્ષના હોબાળા નો સામનો પ્રથમ સભા માં જ કરવો પડયો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY