ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓને નો – હોકર્સ ઝોન તરીકે જાહેર

0
45

ભરૂચઃ
ભરૂચ શહેરના મુખ્યા રસ્તાસઓ ઉપરનો ટ્રાફીક આમ જનતાને અડચણરૂપ થાય તે રીતે લારીઓવાળા/પથારાવાળા/ગલ્લવાળા ઉભા રહી પોતાનો ધંધો કરે છે. આ દબાણો નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફ સાથે રહી વખતો વખત દુર કરવામાં આવે છે પરંતુ થોડા જ સમયમાં દબાણકારો જે તે સ્‍થિતિમાં દબાણો કરી પોતાનો ધંધો કરે છે. જેથી ટ્રાફીક સમસ્યા હલ થતી નથી જેથી ભરૂચ શહેરની ટ્રાફીક સમસ્યાના કાયમી ઉકેલ માટે ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓને નો-હોકર્સ ઝોન તરીકે જાહેર કરવા મુખ્યિ અધિકારી, નગરપાલિકા ભરૂચે દરખાસ્ત કરેલ છે જે અન્વયે પોલીસ અધિક્ષક, ભરૂચનો અભિપ્રાય આપતા સંદર્ભ-૧ ના હુકમથી પ્રાથમિક જાહેરનામુ પ્રસિધ્ધ કરી, દિન-૩૦ માં લાગતા વળગતા ઇસમો કે જેમને આ જાહેરનામાની અસર થાય છે તેમને વાંધા-સુચનો રજુ કરવા જણાવેલ પરંતુ કોઇ વાંધા-સુચનો મળેલ નથી.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેમટ સંદિપ સાગલે સને ૧૯૫૧ નાં મુંબઇ પોલીસ (સને ૧૯૫૧ નાં ૨૨ માં) અધિનિયમની કલમ – ૩૩ ની પેટા કલમ ૧ નાં પેટા ક્લોઇઝ (બી) અન્વયે મળેલી સત્તાની રૂ એ ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી તુલસીધામ, જ્યોતિનગર થઇ કસક સર્કલ સુધી, કસક સર્કલ થી શીતલ સર્કલ તથા જી.એન.એફ.સી. ચોકડી સુધી, કસક સર્કલથી કસક નાળા, રેલ્વેં અંડર બ્રિજ થઇ, રેલ્વે સ્ટેલશન સર્કલ સુધી, રેલ્વે સ્ટેશન સર્કલથી એસ.ટી. ડેપો થઇ બીગબજાર, પાંચબત્તી સુધી, પાંચબત્તીથી સેવાશ્રમ રોડ થઇ શક્તિનાથ, લીંક રોડ સુધી, શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી થઇ ઓવરબ્રિજ સુધી અને શક્તિનાથ સર્કલથી જે.બી.મોદી પાર્ક સુધી, પાંચબત્તીથી બી.એસ.એન.એલ, અલીગઢ, મહંમદપુરા સર્કલ, જંબુસર ચોકડી થઇ ગરમીયા નાળા સુધી, મહંમદપુરા સર્કલથી બંબાખાના સર્કલ થઇ ડી.એસ.પી. ઓફીસ સુધી, પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી, કસક અંડરબ્રીજથી ધોળીકૂઇ દાંડીયાબજાર, લલ્લુભાઇ ચકલા થઇ કતોપોર બજાર સુધી, કતોપોર બજારથી પીરકાંઠી નાની બજાર થઇ વેજલપુર બાંબાખાના સુધી રસ્તાઓ નો-હોકર્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY