ભરૂચ મેથોડીસ્ટ ચર્ચ અને ભરૂચ તાલુકા કાનૂની સેવા મંડળ દ્રારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે જન જાગૃતિ કાર્યક્રમ

0
79

ભરૂચ:
વિશ્વ તમાકુ નિષેધ દિવસે ભરૂચના માતરિયા તળાવ ખાતે ભરૂચ મેથોડીસ્ટ ચર્ચ અને ભરૂચ તાલુકા કાનૂની સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે જન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ એબેન એઝેર મેથોડીસ્ટ ચર્ચના એમ.વાય.એફના યુવાન અને બાળકો દ્રારા પોતાના હાથમાં સ્લોગનો અને બેનરો દ્રારા તમાકુ ના લીધે આપણાં શરીરને થતાં નુકશાન અંગે લોકોને માહિત ગાર કર્યા હતાં.ત્યાર બાદ એમ.વાય. એફના જોય ક્રિશ્ચીયને ઉપસ્થિત લોકોને તમાકુ ખાવાથી શું નુકસાન થઈ શકે તે અંગે સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

જયારે ભરૂચ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્રારા પણ ચેતન જગલાવાળા અને શૈલેષ ગોસ્વામીએ તમાકુ થી થતા નુકશાન અને ખાસ કરીને બાળકો અને યુવાનોએ આના દૂર રહેવા પર સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભરૂચ એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચના ફાધર રેવ.તુલસી ખ્રિસ્તી,મિશનરી ડેનિશ ક્રિશ્ચીયન,એમ,વાય,એફ પ્રમુખ એલન ક્રિશ્ચીયન,ઉપ પ્રમુખ પ્રાર્થન પરમાર ભરૂચ તાલુકા કાનૂની સેવા સમિતિના બોસ્કીબેન અને કૃણાલ મહેતા તેમજ નિલેશ જોષી સહિત મોટી સાંખ્યમાં ચર્ચના સભ્યો અને કાનૂની સમિતિના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY