જમીન બાબતે કોર્ટનો હુકમ છતાં હુકમનો અનાદર કરી જમીન ખેડી રોકવાજતા મારામારી કરી
રાજપીપળા : નાંદોદ તાલુકાના સોઢલીયા ગામના પરિવાર ની વાંદરીયા ગામની સીમમાં આવેલી જમીન બાબતે ચાલતા ઝગડામાં કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં 9 જેટલા શકશો ખેતરમાં ગુસી ગમેતેમ અપશબ્દો બોલી જાનથી મારીનાખવાની ધમકી આપતા મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સોઢલીયા ગામે રહેતા ભલુ કાળા પરમારના ભાઇની વાંદરીયા ગામની સીમમા આવેલ સર્વે નં.115 વાળી જમીન અંગે રમણ છીતા વણકરના પરિવાર સાથે તકરાર ચાલતી હોય, ફરિયાદીના પરિવાર સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં કોઇ હરકત કરવી નહીં તેવો નર્મદા ડીસ્ટ્રીક સેશન કોર્ટે હુકમ કરેલ હોવા છતા જમીનમાં વારાફરતી જઇ ખેતર ખેડી રમણ છીતા વણકર, રામજી મોહન વણકર, ચંદુ રેવા વણકર, ઇશ્વર છીતા વણકર, કનુ છીતા વણકર, મણીબેન ઉર્ફે મંજુલાબેન , શારદા રામજીવણકર, કાંતા ચંદુ વણકર, જશી કનુ વણકર આ તમામ નર્મદા ડીસ્ટ્રીક સેશન કોર્ટે હુકમ કરેલ હોવા છતા જમીનમાં વારાફરતી જઇ ખેતર ખેડી નાંખી કોર્ટના હુકમના અનાદર કરી ભલું પરમારને બીભત્સ અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી જે બાબત ની પુન:રાજપીપલા પોલીસમાં ફરયાદ કરતા પોલીસે આ 9 શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા જેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





