ભાવનગર જિલ્લામાં તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય કાયદો વ્યવસ્થા જાળવવવાના હેતુસર તા. ૨૨/૦૩/૨૦૧૮ થી તા. ૨૦/૦૪/૨૦૧૮ સુધી હથિયારબંધી જારી

0
81

ભાવનગર;
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ જિલ્લામાં તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય કાયદો વ્યવસ્થા જાળવવવાના હેતુસર તા. ૨૨/૦૩/૨૦૧૮થી તા. ૨૦/૦૪/૨૦૧૮ સુધી(બંન્ને દિવસો સહિત) સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઈપણ વ્યક્તિએ જાહેરમાં પ્રાણઘાતક હથિયારો સાથે હરવુ ફરવુ નહિ.સ્ફોટક પદાર્થો લાવવા લઈ જવા નહિ શબ અથવા આક્રુતિઓ કે પુતળાઓ જાહેરમાં બાળવા નહિ. આ હુકમ નિયમની જોગવાઈ અનુસાર સરકારી નોકરી કરતી કે અન્ય વ્યક્તિઓને લાગુ પડશે નહિ. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલના પગલા લેવા હેડકોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ હુકમનો ભંગ કરનારને શિક્ષા થશે.
એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY