ખાનગી ટ્રાવેલ્સની ડિકીમાં પાર્સલના નામે દારૂ લવાતોઃ ત્રણ ઝડપાયા

0
7

પોલીસે ૧૭૩ બોટલ સહિત ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર,તા.૨૬
ભાવનગરમાં ખાનગી ટ્રાવેલ્સની ડિકીમાં પાર્સલના નામે દારુ લાવતા ડ્રાઈવર અને ક્લીનર સહીત કુલ ત્રણ વયક્તિઓ પોલીસની તપાસમાં ઝડપી પાડ્યા છે. જેમાં પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૭૩ જેની કિંમત રૂ.૧,૩૪,૩૦૦/- છે તે મળી આવી હતી. તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- તથા બસની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૧૬,૪૫,૩૦૦/-ના મુદામાલ ઝડપાયો છે.
શહરેમાં બનેલ લૂંટના બનાવ અનુસંઘાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓની તપાસમાં નિરમા ચોકડી ઉપર વોચમાં હતી. તે દરમ્યાન પોલીસને બાતમીમાં જાણવા મળ્યું હતું કે મુંબઇ/ભાવનગર ચાલતી ખાનગી ટ્રાવેર્લસ નામની બસમાં ભારતીય બનાવટના દારૂની હેરફેર થાય છે. ટ્રાવેલ્સમાં મુંબઇથી ભારતીય બનાવટનો દારૂ ભરી ભાવનગર આવવાનો છે. તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની દારૂનો જથ્થો માલ સામન ભેગો ડીકીમાં હોવાની શકયતા હતી તેથી હકિકતના આઘારે વહેલી સવારના નિરમા ચોકડી વોચમાં રહેતા તે દરમ્યાન ખાનગી ટ્રાવેલ્સની બસ નિરમા ચોકડી ઉપર આવતા તેને કોર્ડન કરીને બસને રોકવામાં આવી હતી.
ડિકીમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની કુલ બોટલ નંગ-૧૭૩ કી.રૂ.૧,૩૪,૩૦૦/- ની મળી આવતા તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- તથા બસની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૧૬,૪૫,૩૦૦/-ના મુદામાલ સાથે પકડાયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY