ભાવનગરના બોરતળાવમાં પાણીનો સ્ત્રોત ઘટતાં ઊંડું કરવાની માંગ

0
124

ભાવનગર,
તા.૨૯/૦૩/૨૦૧૮

ભાવનગરને પીવાનું પાણી પૂરૂ પાડતું ગૌરીશંકર સરોવર કે જે હાલ બોરતળાવ તરીકે ઓળખાય છે. આ તળાવનો સ્ત્રાવ ધીમે ધીમે ઘટતા વરસાદી પાણી અહીં પૂરતા પ્રમાણમાં સંગ્રહ થઇ શકતું નથી. ત્યારે આ બોરતળાવને જળસંચયની પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકોએ બોરતળાવને ઉંડુ કરવાની માગ કરી છે.

પાણીની બુમરાણ વચ્ચે આ તળાવને સરકારી મશીનરી ફાળવીને ઉંડુ ઉતારવાની લોકોએ મનપાને માગ કરી છે. આ તળાવ જે તે સમયે શહેરથી દૂર પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ હતો. ત્યારે સમય જતાની સાથે જ આસપાસના વિસ્તારો રહેણાંક બની ગયા હોવાથી અહી પાણી આવવાના સ્ત્રોત ઘટી ગયા છે. તેના કારણે ઉપરવાસનું વરસાદી પાણી પૂરતા પ્રમાણમાં આવી શકતું નથી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વરસાદ ઓછો પડતા પાણીનો સંગ્રહ થયો નથી. તેવા સમયે ચોમાસા પહેલા જા આ તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે તો અહીંથી લોકોને પીવાનું પાણી મળી શકે તેમ છે. જા કે મનપા ક્્યારે કામગીરી હાથ ધરશે તે એક મોટો પ્રશ્ન છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY