કચ્છનું HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવું ગયું તે જાણો, કેટલા ને A1,A2 આવ્યા તે જાણો

0
145

ભુજ: કચ્છનું પરિણામ 76.15 ટકા આવ્યું છે. માત્ર બે વિધાર્થીને A1 ગ્રેડ, 31 વિધાર્થીને A2 ગ્રેડ મેળવ્યા છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કચ્છ જિલ્લાનું પરિણામ 76.15 ટકા જાહેર થયું છે. 76.15 ટકા સાથે રાજ્યમાં કચ્છ જિલ્લો ચોથા ક્રમે રહ્યો છે.

બૉર્ડની બુકલેટ મુજબ જિલ્લામાં કુલ 1462 છાત્ર નોંધાયા હતા જે પૈકી 1459 છાત્ર પરીક્ષામાં બેઠાં હતા. જેમાંથી 2 છાત્રને A1 ગ્રેડ, 31 છાત્રને A2 ગ્રેડ, 106ને B1 ગ્રેડ, 206ને B2 ગ્રેડ, 260 છાત્રને C1 ગ્રેડ, 362 છાત્રને C2 ગ્રેડ

143 છાત્રને D ગ્રેડ અને 1 છાત્રને E1 ગ્રેડ મળ્યો છે. 351 છાત્ર નાપાસ થયાં છે અને જિલ્લાનું કુલ પરિણામ 76.15 ટકા આવ્યું છે. પરિણામની ટકાવારીએ કચ્છ રાજ્યમાં ચોથો જિલ્લો રહ્યો છે.

કચ્છમાં માંડવી કેન્દ્રનું સૌથી ઊંચુ 85.93 ટકા પરિણામ

ભુજ કેન્દ્ર પરથી પરીક્ષા આપનારાં 678 છાત્રો પૈકી 511 પાસ,168 નાપાસ. કુલ પરિણામ 75.37 ટકા

ગાંધીધામ કેન્દ્ર પરથી પરીક્ષા આપનારાં 466 છાત્રો પૈકી 352 પાસ,115 નાપાસ. કુલ પરિણામ 75.54 ટકા

માંડવી કેન્દ્ર પરથી પરીક્ષા આપનારાં 199 છાત્રો પૈકી 171 પાસ, 29 નાપાસ. કુલ પરિણામ 85.93 ટકા

અંજાર કેન્દ્ર પરથી પરીક્ષા આપનારાં 116 છાત્રો પૈકી 77 પાસ, 39 નાપાસ. કુલ પરિણામ 66.38 ટકા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY