ચીનની યંગેસ્ટ અબજોપતિનું પેન્ટહાઉસ ૬૯ કરોડ રૂ.માં વેચાયું, ૧૪ કરોડનું નુકસાન

0
7

બીજિંગ,તા.૬
ચીનની સૌથી યુવા અબજાપતિ જેટિઆન નેન્સી ઝાંગ (૨૫)એ સિડનીમાં આવેલું પોતાનું ટ્રિપલેક્સ પેન્ટહાઉસ ૬૯.૧૦ કરોડ રૂપિયા (૧૩.૫ મિલિયન ઓસ્ટ્રેલિયન ડાલર)માં વેચી દીધું. આ ડીલથી તેને ૧૩.૮૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ૨૦૧૫માં તેઓને ૮૨.૯૨ કરોડ રૂપિયામાં પેન્ટહાઉસ ખરીદ્યું હતું. મીડિયા રિપોટ્‌ર્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે.
સિડનીના હાઉસિંગ માર્કેટમાં મંદી આવવાના કારણે ઝાંગને પ્રોપર્ટીની યોગ્ય કિંમત ના મળી શકી. બ્રોકરેજ નાઇટ ફ્રેન્કના રિપોર્ટ અનુસાર, સિડનીમાં લક્ઝરી હાઉસની કિંમતોમાં ગત વર્ષે ૧%નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ઝાંગે જે એપાર્ટમેન્ટ વેચ્યું છે તેમાં ૬૫૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. અહીંથી આખું શહેર જાવા મળે છે. તેના આર્કિટેક્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પેન્ટહાઉસની સીડિઓ સ્પાઇરલ શૅપમાં છે. તેમાં મીડિયા રૂમ અને એલિવેટર પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY