
નસવાડી,તા.૨૨
બોડેલી નજીક કોઝ-વેના ધસમસતા પાણીમાં બાઇક પર સવાર બે યુવાન બાઇક સાથે તણાયા હતા. સ્થાનિક લોકોએ બંને યુવાનને બચાવી લીધા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બોડેલી તાલુકાના ધારોલીયાથી ગજેન્દ્રપુરા જવાના રસ્તામાં કોઝવે પર ગજેન્દ્રપુરા ગામના બાઇક સવાર બે યુવાનો કોઝ-વે પરથી જઇ રહ્યા હતા. આ સમયે બંને યુવાનો બાઇક સાથે પાણીમાં તણાયા હતા. બંને યુવાનોએ બૂમાબૂમ કરતા એક પશુપાલક અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બંને યુવાનોને બચાવી દીધા હતા. ત્યારબાદ કડાછલા ગામના યુવાનની બાઇક પણ પાણીમાં તણાઇ હતી. જોકે તે યુવાન બચી ગયો હતો. બાઇકને કોઝવેમાં જતી બચાવવા એક વ્યક્તિએ મેહનત કરી હતી. આખરે દોરડાથી બાઇકને બહાર કાઢી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



