બીલીમોરામાં વિનામૂલ્યે યોજાયેલા નેત્રયજ્ઞનો ૫૪૦ જરૂરિયાતમંદોએ લાભ લીધો

0
113

બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ અને એલ.એમ.પી. યોગ કેન્દ્રના ઉપક્રમે નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી રવિવારે કોળી પટેલ સમાજવાડીમાં નેત્રયજ્ઞનું આયોજન કરાયું હતું. જેનો ૫૪૦ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં તબીબો દ્વારા નેત્ર ચકાસણી કરાતાં ૨૭૮ જેટલા દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું હતું. જ્યારે ૩૭ દર્દીઓની આંખે મોતીયો હોય તેમની સર્જરી કરાવવામાં આવશે. આ નેત્ર યજ્ઞમાં ડૉ. ઝાહીદા, મહેન્દ્ર વૈદ્ય અને ૨૦ જેટલા પેરામેડીકલ સ્ટાફે સેવા આપી હતી. આ નેત્રયજ્ઞને સફળ બનાવવા યોગ કેન્દ્રના રવજી પટેલ, વિજય દાદાવાલા, કુમુદ મિસ્ત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY