ગાંધીનગર,તા.૨૮
જસદણના ચૂંટણી જંગ પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જામી છે. એકતરફ ભાજપે કોંગ્રેસના સ્થાનિક સભ્યોને જાડ્યા તો કોંગ્રેસે પણ ભાજપના પૂર્વ ધારાસભ્યોને જાડવાની શરૂઆત કરી. પૂર્વ સંસદીય મંત્રી શામજી ચૌહાણ બાદ મગંળવારે પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જાડાયા હતા. ત્યારે હવે બુધવારે પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
જસદણના પેટા ચુંટણી કાંગ્રેસ અને ભાજપા માટે લિટમસ ટેસ્ટ સમાન છે. કુવરજી ભાઇ બાવળીયા માટે મંત્રી પદ અને રાજકીય કારકિર્દી બચાવવા માટે જીતવું જરૂરી છે, તો કાંગ્રેસ માટે ગઢ સાચવવાનું દબાણ છે. જસદણની ચૂંટણીમાં કોળી મતદારો આ સમગ્ર હાર જીત નક્કી કરવાના છે, ત્યારે કોંગ્રેસે કુંવરજી બાવળીયાની સામે એક પછી એક કોળી નેતાઓને પક્ષમાં જાડવાના શરૂ કર્યું છે. કોંગ્રેસ જસદણની ચૂંટણીને લઇને કોળી આગેવાનો સાથે મજબૂત થવા પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના કોળી આગેવાનોને જાડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન લાલજી મેર બપોરે ૧ કલાકે રાજીવ સાતવ અને અમિત ચાવડાની હાજરીમાં વિધિવત રીતે કોગ્રેસનો ખેસ ધારણ કર્યોહતો. ભાજપામાં સતત થતી અવગણનાના પગલે તેમણે પાર્ટીમાથી રાજીનામું આપ્યું હતું.
બંને પક્ષોના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે પણ સૌથી મહત્વની વાત એ છે કે પહેલીવાર કોંગ્રેસમાં કોળી આગેવાનો જાડાઇ રહ્યા છે. જેની સીધી અસર જસદણની પેટા ચૂંટણી પર થશે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે, આગામી દિવસોમાં વધુ કેટલાક નેતાઓ પણ જાડાશે અને પક્ષને મજબૂતી આપશે. જેની સીધી અસર લોકસભા ચૂંટણીમાં પણ દેખાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







