ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દ્રારા વરિષ્ઠ લોકોના સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્રારા વરિષ્ઠ લોકોની મુકલાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્રારા ચાર વર્ષ દરમ્યાન કરેલ વિકાસના કામો અંગે માહિત ગાર કરવામાં આવશે.
જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્રારા ભરૂચની જૂની કલેકટર કચેરીમાં આવેલ ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના વરિષ્ઠ સભ્યો સાથે શુભેચ્છા મુકલાત લઈને ચાર વર્ષ દરમ્યાન ભાજપા સરકાર દ્રારા કાયા કાયા વિકાસના કામો કર્યા છે અને ભવિષ્યમાં કાયા કામો લોકોનો સુવિધાઓ માટે કરવાની છે તે અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,ભાજપ જિલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ, જિલ્લા મંત્રી દિવ્યેશ પટેલ,
સહિત મોટી સાંખ્યમાં પેન્શનર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





