પાળીયાદ અને આજુબાજુના ગામોમાં ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે યોજાઈ તે હેતુથી ફુટ પેટ્રોલિંગ યોજાયુ
બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભા ચુંટણી અનુસંધાને ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યુ હતુ.જેમાં પાળીયાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એન.સી.સગર તથા પોલિસ સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ની ટીમ દ્વારા પાળીયાદની ગામની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.આગામી દિવસોમાં લોકસભા-૨૦૧૯ ની ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી પ્રકિંયા બોટાદ જીલ્લા સહીત પાળીયાદ માં સંપુર્ણ શાંતિપુર્ણ રીતે યોજાય તે હેતુથી પાળીયાદ પી.એસ.આઈ-એન.સી.સગર અને સ્ટાફ તેમજ સી.આઈ.એસ.એફ.ટીમ દ્વારા પાળીયાદ સહીત આજુબાજુના ગામોની મુખ્ય બજારોમાં ફરી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






