બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન,વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું

0
167

બોટાદ જિલ્લા અધિક મેજીસ્‍ટ્રેટ બી.વી.લીંબાસીયાએ એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે બોટાદ શહેરમાં સાળંગપુર રોડથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ચાર રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર, ગઢડા તથા ભાવનગર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર, મહિલા મંડળ રોડ- કરમશી ભવાન કિરાણા સ્ટોરથી ટાવર રોડ થઈ દિનદયાળ ચોકથી પ્રવેશ કરવાનો રહેશે.
આ ઊપરાંત હવેલી ચોકથી દિન-દયાળચોક અને હિરા બજારમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફકત એક બાજુ દ્રી-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે. પીક – અવર્સ દરમ્યાન એટલે કે સવારના ૧૦-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક તથા સાંજે ૧૬-૦૦ કલાકથી ૨૦-૦૦ કલાક સુધી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY