ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો અભ્યાસક્રમ એન.સી.ઈ.આર.ટી મુજબ કરતા જી.સી.ઈ.આર.ટી. અને એસ.એસ.એ. કચેરી ગાંધીનગર દ્વારા તમામ પ્રાથમિક શાળાના ધોરણ ૧/૨ માં પ્રજ્ઞા અભિગમ, ધોરણ ૩ થી ૫ માં ગણિત અને પર્યાવરણ વિષય અને ધોરણ ૬ થી ૮માં ગણિત અને વિજ્ઞાન વિષયના આગામી શૈક્ષણિક વર્ષથી તબક્કાવાર અભ્યાસક્રમ એન.સી.ઈ.આર.ટી મુજબ થવા જઈ રહ્યો છે. ત્યારે બી.આર.સી. ભવન લીંબડી ખાતે વિવિધ તબક્કામાં લગભગ ૧૦ દિવસના તાલીમ વર્ગમાં આશરે ૪૫૦થી વધુ શિક્ષકોનો ભાગ લીધો અને નવા અભ્યાસક્રમ મુજબ પોતાને સજ્જ કરવા માટે તાલીમ વર્ગમાં હોશભેર ભાગ લઈ નુતન પ્રવાહ સાથે કદમ મિલાવવાના પ્રયાસ કર્યા. જે માટે વિવિધ વિષયના ૩૫થી વધુ તજજ્ઞ મિત્રોએ તાલીમ આપી હતી.
આ તાલીમ વર્ગોની મુલાકાત જીલ્લા કક્ષાએથી ડાયેટ પ્રચાર્ય સી.ટી.ટુંડિયા સાહેબ, ડાયેટ સીનીયર લેકચરર પીયુશભાઇ મહેતા સાહેબ અને એસ.એસ.એ. કચેરી સુરેન્દ્રનગર માંથી ઓ.આઈ.સી. ટી.ટી. કૉ.ઓર્ડીનેટર ડી.બી,સોલંકી સાહેબ લઈને શિક્ષકોને માર્ગદર્શન અને પ્રેરણા આપેલ.
તાલીમનું સફળ સંચાલન બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર અશોકભાઈ વાઘેલા તેમજ તેમની સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર ટીમ, બી.આર.પી. મિત્રો તેમજ તજજ્ઞ મિત્રો દ્વારા કરવામાં આવેલ હતું.
રીપોટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






