રજનિકાંત સાથેની ફિલ્મ બાદ હુમાની કેરિયર તેજીથી વધશે

0
60

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
બોલિવુડની ખુબસુરત અભિનેત્રી અને પ્રતિભાશાળી સ્ટાર પૈકીની એક એવી હુમા કુરેશી હાલમાં પોતાની સુપરસ્ટાર રજનિકાંત સાથેની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. કારણ કે આ ફિલ્મ બાદ તેની કેરિયરમાં તેજી આવી શકે છે. સાથે સાથે તેની પાસે દક્ષિણ ભારતની અન્ય મોટી ફિલ્મો પણ આવી શકે છે. આ ફિલ્મ સાતમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેને પ્રથમ વખત આટલા મોટા સ્ટાર સાથે કામ કરવાની તક મળી ગઇ છે. કાલા ફિલ્મ તમિળ ભાષાની ગેંગસ્ટર આધારિત ફિલ્મ છે. પા રંજિત દ્વારા ફિલ્મનુ નિર્દેશન કરવામાં આવી રહ્યુ છે. જ્યારે ફિલ્મનુ નિર્માણ ધનુષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હુમા કુરેશી અને રજનિકાંત અભિનિત આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરવાની યોજના બની રહી છે. માત્ર પાંચ વર્ષ પહેલા ફિલ્મોમાં એન્ટ્રી કરનાર હુમા કુરેશી બોલિવુડમાં કેટલીક શાનદાર ફિલ્મ કરી રહી છે. હુમા કુરેશી જાલી એલએલબી-૨, ગેંગ્સ ઓફ વાસેપુર, ડેઢ ઇÂશ્કયા, એક થી ડાયન અને બદલાપુર જેવી ફિલ્મમાં નજરે પડી હતી. તમામ ફિલ્મોમાં તેની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ છે. હુમા કરેશીએ ગઇકાલે શુક્રવારે જ તેના ૩૦મા જ્ન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તે જન્મદિવસે પોતાના પરિવારના સભ્યોને મળવા માટે પહોંચી હતી. હુમા કુરેશી દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મની પણ ચારેબાજુ પ્રશંસા થઇ હતી. રજનિકાંત જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તેને તમિળ ફિલ્મોમાં વધારે સારી અને મોટી ઓફર મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. તે તમામ ભાષાની ફિલ્મમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY