બ્રિસ્ટલ,તા.૨૨
આઈસીસી વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર ૮ દિવસનો સમય બાકી છે. મોટા ભાગની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વિરાટની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ બુધવારે લંડન માટે રવાના થઈ ગઈ. વિશ્વકપનો પ્રથમ મુકાબલો ૩૦ મેએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ પહેલા ૨૪ મેથી ૨૮ મે સુધી ૧૦ પ્રેÂક્ટસ મેચ રમાશે. આ તમામ ૧૦ મુકાબલા ચાર ગ્રાઉન્ડ્સ ધ ઓવલ, રોજ બાઉલ, બ્રિસ્ટલ અને કાર્ડિફમાં રમાવાના છે. તમામ ૧૦ મેચો ભારતીય સમયાનુસાર બપોરે ૩ કલાકે શરૂ થશે.
તારીખ સમય ટીમ-૧ ટીમ-૨ સ્થળ
૨૪ મે બપોરે ૩ કલાકથી પાકિસ્તાન અફગાનિસ્તાન બ્રિસ્ટલ
૨૪ મે બપોરે ૩ કલાકથી શ્રીલંકા દક્ષિણ આફ્રિકા કાર્ડિફ
૨૫ મે બપોરે ૩ કલાકથી ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રોજ બાઉલ
૨૫ મે બપોરે ૩ કલાકથી ભારત ન્યૂઝીલેન્ડ ધ ઓવલ
૨૬ મે બપોરે ૩ કલાકથી દક્ષિણ આફ્રિકા વેસ્ટઈન્ડિઝ બ્રિસ્ટલ
૨૬ મે બપોરે ૩ કલાકથી પાકિસ્તાન બાંગ્લાદેશ કાર્ડિફ
૨૭ મે બપોરે ૩ કલાકથી ઓસ્ટ્રેલિયા શ્રીલંકા રોજ બાઉલ
૨૭ મે બપોરે ૩ કલાકથી ઈંગ્લેન્ડ અફગાનિસ્તાન ધ ઓવલ
૨૮ મે બપોરે ૩ કલાકથી વેસ્ટઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ બ્રિસ્ટલ
૨૮ મે બપોરે ૩ કલાકથી બાંગ્લાદેશ ભારત કાર્ડિફ
તમામ ૧૦ ટીમોને બે-બે પ્રેક્ટિસ મેચ રમવાની તક મળશે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેણે ૩૦ મેએ વિશ્વકપના ઉદ્ઘાટન મેચમાં રમવાનું છે, તે પોતાનો અંતિમ વોર્મ અપ મેચ ક્રમશઃ ૨૬ અને ૨૭ મેએ રમશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




