નડિયાદ,તા.૧૨
નડિયાદમાં એક શખ્સ એસટી બસ લઈને ફરાર થઈ જતા શહેરમાં દોડધામ મચી ગઈ હતી. બસ લઈને ભાગી રહેલા શખ્સને પકડવા માટે લોકોએ દોડાદોડી કરી મૂકી હતી. અંતે શખ્સ પકડાઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે નડિયાદ બસ સ્ટેન્ડમાં પડેલી એક એસટી બસ લઈને એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. વ્યક્તિએ આડેધડ બસ હંકારવા માંડી હતી. તંત્ર અને લોકોને આ વાત ધ્યાનમાં આવતા દોડાદોડી થઈ ગઈ હતી. લોકોએ આ શખ્સને પકડવા માટે દોડાદોડી કરી હતી.
બસ લઈને ભાગેલો આ શખ્સ મિશન રોડ પર આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં ઘૂસી ગયા હતો. ચર્ચની દીવાલ સાથે બસ અથડાતા દીવાલ તૂટી ગઈ હતી અને બસ ચર્ચના મેદાનમાં ઘૂસી ગઈ હતી. ચર્ચની દીવાલ સાથે અથડાયા પહેલા ચાલકે અનેક વસ્તુઓને અડફેટે લીધી હતી.
આ દરમિયાન લોકોએ બસને હંકારી જનાર શખ્સને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. શખ્સે દારૂના નશામાં આવું કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શખ્સની પૂછપરછ કરતા તેણે ડેપોમાંથી બસની ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું અને જણાવ્યું હતું કે ચાવી બસમાં જ હોવાથી તે બસ લઈને ભાગી ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



