અમદાવાદ,તા.૧૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન-ર૦૧૯માં ટોપનું રેન્કીંગ મેળવવા શહેરને ‘કન્ટેનર ફ્રી’ કરાયું છે. જા કે આનાં કારણે તંત્રની ડોર ટુ ડોરની કામગીરીમાં વધારો થયો છે. એક અંદાજ પ્રતિ દિનનો કચરો ૩૦૦ મેટ્રિક ટન વધ્યો છે. આ ઉપરાંત રોડ પરનાં કન્ટેનર હટાવી લેતાં તે સ્થળ પર ગંદકીનું પ્રમાણ વધતાં નવો વિવાદ ઊઠ્યો છે.
અગાઉ કન્ટેનરથી કચરો ઉપાડવા માટે તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને પ્રતિ મેટ્રિક ટન રૂ.પ૦૦ ચૂકવાતા હતા, જાકે હવે કન્ટેનરના બદલે ડોર ટુ ડોરની કામગીરી આધારિત કચરો ઉપાડાઇ રહ્યો છે, જેના કારણે ડોર ટુ ડોરના કોન્ટ્રાકટરોને પ્રતિ મેટ્રિક ટનના રૂ.૧પ૦૦ ચુકવવા પડશે, જેનાં કારણે પ્રતિ મેટ્રિક ટન રૂ.૧૦૦૦ વધારે ચૂકવાઇ રહ્યાં છે.
આ અંગે વિપક્ષ કોંગ્રેસનાં પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં કહે છે તેમના નેતૃત્વમાં કન્ટેનર ફ્રી શહેરનાં સુંવાળા નામ હેઠળ રૂ.પ૦૦માં નિકાલ થતા કચરાનો રૂ.૧પ૦૦ નિકાલ કરાવી આ કૌભાંડને અંજામ અપાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




