દક્ષિણ આફ્રિકન ટીમને ડુ પ્લેસીની સલાહઃ નિષ્ફળતાનો ડર રાખ્યા વિના રમજો

0
6

કેપટાઉન,તા.૨૧
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફેફ ડુ પ્લેસીએ ‘સુપરમેન’ જેમ ન વર્તવાનું કહેતા બદલીમાં વર્લ્ડ કપ પૂર્વે ‘નિષ્ફળતાના ડર’ને નિવારવા ધ્યાન કેન્દ્રિત કરવાની પોતાની ટીમના ખેલાડીઓને અરજ કરી છે. આઈ. સી. સી. વર્લ્ડ કપનો ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી પ્રારંભ થનાર છે.
દક્ષિણ આફ્રિકાની ટીમે મોટી મેચો હારી જવાની પ્રતિષ્ઠા કેળવી છે જેથી તેને ‘ચોકર્સ’ કહેવામાં આવે છે. આ ટીમ વર્લ્ડ કપમાં આ અગાઉ ચાર વેળા સેમી-ફાઈનલ સુધી પહોંચવા પછી હારી ગઈ છે અને તે ક્યારેય ફાઈનલમાં પહોંચી શક્્યું નથી.
“અગાઉની વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં અમે સુપરમેન જેમ વર્તયા હતા, એમ ડુ પ્લેસીસે કહ્યું હતું.
ડુ પ્લેસીસે કહ્યું હતું કે તેની ટીમ હંમેશાં વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ ક્રિકેટ રમી નથી કારણ કે તેના ખેલાડીઓ હંમેશાં માનસિક દબાણ હેઠળ રમતા રહ્યા છે. ૩૪ વર્ષનો ડુ પ્લેસી આગામી વર્લ્ડ કપમાં ત્રીજી વેળા ભાગ લેનાર છે અને તેણે પોતાના ખેલાડીઓને માનસિકપણે તૈયાર રહેવાનો અને નિષ્ફળતાનો ડર દૂર કરવાનો આગ્રહ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY