સુપર ઓવરમાં દ.આફ્રિકાએ શ્રીલંકાને ૧૦ રને હરાવ્યું

0
50

દ.આફ્રિકાને ૨ ઓવરમાં ૬ રનની જરૂર હતી, ૪ વિકેટ હાથમાં હતી અને ટાઈ પડી

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાનો સ્કોર ૧૩૪/૭ , જવાબમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૧૩૪/૮ રન
કેપટાઉન,તા.૨૦
કેપટાઉનની પીચ ઉપર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રીલંકાને ૨૦ ઓવરમાં ૧૩૪ રન જ કરવા દીધા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૩૪ રન જ કરી શકી હતી. સુપર ઓવરમાં દ.આફ્રિકાએ ૧૦ રને મેચ જીતી હતી.
૧૮ ઓવરના અંતે દ.આફ્રિકાએ ૬ વિકેટ ગુમાવીને ૧૨૯ રન કર્યા હતા. જેપી ડુમીની અને કગીસો રબાડા ક્રીઝ ઉપર ઉભા હતા. મલિંગાએ ૧૯મી ઓવરમાં ૧ રન જ આપીને રબાડાને બોલ્ડ કર્યો હતો. જ્યારે ૨૦મી ઓવરના પહેલા ૫ બોલમાં ઇસુરું ઉડાનાએ ૨ રન જ આપ્યા હતા. પાંચમા બોલે ૨ રન લેવાના પ્રયાસમાં ડ્યુમીની રનઆઉટ થયો હતો. છેલ્લા બોલે ૨ રનની જરૂર હતી, પરંતુ તાહિર ૧ જ રન લઈ શકતા મેચ ટાઈ થઈ હતી.
સુપર ઓવરમાં બીજા દાવ પહેલા બેટિંગ કરે છે. મેચની ૪ ઓવરમાં માત્ર ૧૧ રન આપનાર મલિંગાએ આ ઓવર લીધી હતી. મિલરે તેમાં છગગો અને ચોક્કો ફટકારતા ૧૪ રન લીધા હતા. જવાબમાં લંકાની ટીમ ઇમરાન તાહિરની ઓવરમાં ૪ રન જ કરી શક્યું હતું. સુપર ઓવરના ૫ બોલમાં ૧૩ રન, મેચમાં ૨૩ બોલમાં ૪૧ રન અને તે ઉપરાંત એક કેચ અને સ્ટંપિંગ કરનાર ડેવિડ મિલર મેન ઓફ ધ મેચ બન્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY