ન્યુ દિલ્હી,તા.૧૬
વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે ધૂળની આંધી ઉઠી. ધૂળની ડમરી સાથે ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી. દિલ્હીમાં મોડી રાતે ૧૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી ઉઠી. હવામાન વિભાગે બુધવારે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં આજે હળવા વરસાદ અને તોફાનની ચેતવણી આપી છે. જીંદ, રોહતક, પાણીપત, અલવર, બાગપત, મેરઠ અને અલીગઢ માટે આ ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા શનિવારે સાંજે આવેલા તોફાને દેશના ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમના વિસ્તારોમાં પાયમાલી સર્જી હતી. ૨૪ કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદને કારણે થયેલા અકસ્માતમાં છ રાજ્યોમાં ૭૦ લોકો માર્યા ગયા હતા. સૌથી વધુ ૫૧ મોત ઉત્તરપ્રદેશમાં થઇ હતી.
દિલ્હીમાં બુધવારે વહેલી સવારે ૪ વાગે ભયાનક ઝડપે હવા ફૂંકાઇ. આ દરમિયાન ઉઠેલી ધૂળની ડમરીથી ચાણક્યપુરી અને લોધી કોલોની સહિત કેટલાંક વિસ્તારોમાં વૃક્ષો ઉખડી પડ્યાં. જેનાથી ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો.
હવામાન એક્સપર્ટ એસકે નાયકે જણાવ્યું કે હરિયાણાથી લઇને ઉત્તર મધ્ય મહારાષ્ટ સુધી એક નોર્થ-સાઉથ ટ્રકલાઇન બની છે. તે ભોપાલ સહિત મધ્યપ્રદેશના પશ્ચિમી હિસ્સામાં થઇને પસાર થઇ રહી છે. હરિયાણાથી લઇને નાગાલેન્ડ સુધી એક બીજી ઇસ્ટ-વેસ્ટ ટ્રકલાઇન બની છે. તેના કારણે વરસાદ, ગરજ-ચમકની સાથે ઝડપી હવા, બરફના કરા અને વરસાદના આસાર છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતમાં આવેલા આંધી-તોફાન અને દક્ષિણ ભારતમાં વધી રહેલા તાપમાનના કારણે આ વખતે વર્ષાઋતુ ૪-૫ દિવસ પહેલા જ આવી શકે છે. વરસાદ પણ સારો પડશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"