ચાર બળદોને કતલખાને લઈ જવાતા બચાવતા જીવદયાપ્રેમીઓ,ત્રણની ધરપકડ

0
183

રાજકોટ,તા.૨૩
રાજકોટના આટકોટ પાસેથી મોટાદડવા ગામેથી ૪ બળદોને બે ગાડીમાં દોરડાથી બાંધી કતલખાને લઇ જવાતા હતા. ચોક્કસ બાતમીના આઘારે જીવદયાપ્રેમીઓએ વીર વચ્છરાજ હોટલ પાસે બળદ ભરેલા બે ટેમ્પોને અટકાવ્યા હતા અને પોલીસને જાણ કરી આરોપી અને બળદ ભરેલા ટેમ્પો સોંપવામાં આવ્યા હતા.
બન્ને ટેમ્પો ચાલકોએ મોટાદડવા ગામેથી ચારેય બળદોને ભર્યા હોવાનું અને ખેડા કતલખાને લઈ જતા હોવાની કબુલાત આપતા બન્ને ગાડીના ચાલકો અને ૪ બળદોને જીવદયાપ્રેમીઓએ આટકોટ પોલીસને હવાલે કર્યા હતા. આ બનાવમાં આટકોટ પોલીસે ફરિયાદના આધારે ૩ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટેમ્પોમાં બળદને દોરડા વડે કસોકસ બાંધી દેવાયા હતા. ન હતું પાણી કે ન હતો ઘાસચારો અને બળદને મોતના મુખમાં લઇ જવાતા હતા. આ અગાઉ કેટલા ઢોરને કતલખાને લઇ ગયા હતા? કિયાથી લઇ કિયા દેવાના હોય છે, કેટલા પૈસા મળે છે, કોણ આવું ચલાવે છે વગેરે જેવી વિગતો આટકોટ પોલીસ મેળવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY