ચારિત્ર પર શંકા કરી લીવ-ઈનમાં રહેતી મહિલાની પ્રેમીએ હત્યા કરતા ખળભળાટ

0
6

સુરત,તા.૧૯
ડુમસમાં લીવ-ઈનમાં રહેતી મહિલાની પ્રેમી દ્વારા ડામ આપી મોતને ઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ૧૦ દિવસથી મહિલાના ચારિત્ર પર શંકાને લઈને ઝઘડો ચાલતો હતો. હાલ પોલીસે પ્રેમીને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ડુમસના ગાવિયર ગામમાં કુસુમ પટેલ પતિને છોડી પ્રેમી મીરેશ બાબાર ચૌધરી સાથે લીવ-ઈનમાં રહેતી હતી. જ્યારે મીરેશ પણ પત્નીને છોડી કુસુમ સાથે રહેતો હતો. મીરેશ નજીકમાં આવેલી લાકડાંની વખારમાં મજૂરી કામ કરે છે. છેલ્લા ૧૦ દિવસથી ચારિત્ર્યની શંકાને લઈને ઝઘડો ચાલતો હતો. દરમિયાન મીરેશે કુસુમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં મીરેશે કુસુમના શરીર પર ડામ પણ દીધા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે પ્રેમી મીરેશને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY