દારૂડિયો ભાન ભૂલ્યો : છેડતીના ઈરાદે ઘરમાં ઘૂસતા ટોળાએ અર્ધનગ્ન કર્યો

0
47

રાજકોટ,તા.૭
રાજકોટમાં લુખ્ખાઓ અને દારૂડીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ગઇકાલે મોડી રાત્રે ભારતીનગર વિસ્તારમાં દારૂડીયો અચનાક જ એક ઘરમાં ઘૂસી ગયો અને ધમાલ મચાવી હતી. તે ઘરમાં કોઇને છેડતી કરે તે પહેલા બૂમાબૂમ થઇ ગઇ હતી અને ત્યાંના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતા અને નશાખોરને ઝપડી માર માર્યો હતો. લોકોએ અર્ધનગ્ન કરી રસ્તા પર ચલાવી તેને ભક્તિનગર પોલીસને સોંપી દીધો હતો.
શહેરના નંદા હોલ પાસે આવેલી ભારતીનગર સોસાયટીમા ગતરાત્રે એક વાગ્યાની આસપાસ દારૂડિયાએ ધમાલ મચાવી હતી. ચિક્કાર દારૂ પી નીકળેલો એક યુવાન એક ઘરમાં ઘૂસી ગયો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. ત્યારે ઘરમાં રહેલા રહેવાસીઓ પણ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. ટોળાએ દારૂડીયાને ઝડપી બરોબરનો ફટકાર્યો હતો અને રસ્તા પર અર્ધનગ્ન પરેડ કરાવી ભક્તિનગર પોલીસ સ્ટેશન સુધી લઇ ગયા હતા. પોલીસ સ્ટેશને પણ ટોળા ઉમટી પડ્યા હતા અને ટોળા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ છેડતીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો. હાલ પોલીસે દારૂડીયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY