પુણે,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧ આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. પંજાબની ટીમે શરૂઆતની મેચોમાં જારદાર દેખાવ કર્યા બાદ તેની હાર થઇ રહી છે. પ્લે ઓફમાં પ્રવેશ કરવા માટે તેની સામે પણ પણ પડકાર છે. અશ્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઇ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના પ્લે ઓફમાં પ્રવેશ કરવાની તક પણ હવે ઘટી ગઇ છે. તેને આશા જીવંત રાખવા માટે આજની મેચ જીતવી પડશે. તેના હારમાં ૧૩ મેચોમાં છ જીત સાથે ૧૨ પોઇન્ટ છે. આરસીબી અને મુંબઇની ટીમ પણ તેના કરતા આગળ નિકળી ગઇ છે. જેથી તેની તક હવે ઘટી ગઇ છે. ચેન્નાઇની ટીમ તો પહેલાથી જ પ્લે ઓફમાં પહોંચી ગઇ છે. મેચને લઇને તૈયારીઓ કરી લેવાઇ છે. ચેન્નાઈ સુપરની મેચો ચેન્નાઇના બદલે પુણેમાં ખસેડી લેવામાં આવી હતી. કાવેરી જળ વિવાદને લઇને તમિળનાડુમાં હિંસાના લીધે ચેન્નાઈની મેચો પુણેમાં રમાઇ હતી. આઇપીએલની લીગ તબક્કાની મેચો આ મેચની સાથે જ આવતીકાલે પૂર્ણ થશે. ત્યારબાદ પ્લે ઓફનો દોર શરૂ થશે. મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો મેચને જાવા માટે ઉત્સુક બનેલા છે. આ મેચ પણ અન્ય મેચની જેમ જ જારદાર રોમાંચકારી બને તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ: આસિફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહેર, ધોની (કેપ્ટન), પ્લેસીસ, હરભજન, તાહીર, જાડેજા, જાધવ, જગદીશન, શર્મા, મોનુ કુમાર, લુંગીગીડી, રૈના, રાયડુ, સેન્ટનર, શેઠ, શર્મા, સોરે, ઠાકુર, વિજય, વોટસન, વુડ.
કિંગ્સ ઇલેવન પંજાબ ઃ અશ્વિન (કેપ્ટન), નાથ, અગ્રવાલ, ડગર, દ્વારસુસ, ફિન્ચ, ગેઇલ, મંજુર દાર, મિલર, રહેમાન, કેકે નાયર, પટેલ, રાહુલ, રાજપૂત, સાહૂ, શર્મા, શરણ, સ્ટેનોઇસ, એમકે તિવારી, ટાઈ, યુવરાજ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





