દિલ્હીની વિરુદ્ધ મુંબઇની ફરી એકવાર કસોટી રહેશે

0
14

નવી દિલ્હી,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે લીગ તબક્કાની બે છેલ્લી મેચો રમાનાર છે. જે પૈકી પ્રથમ મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ દિલ્હી ડેરડેવિલ્સની સામે મેદાનમાં ઉતરશે. મુંબઇ માટે પ્લે ઓફ તબક્કામાં પ્રવેશ કરવા માટે આ છેલ્લી તક રહેલી છે. દિલ્હીની ટીમ ઘરઆંગણે જારદાર દેખાવ કરવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર જેવી મજબુત ટીમ સામે છેલ્લી મેચ જીતી લીધા બાદ દિલ્હીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. આ ખેલાડીઓ હવે મુંબઇની સામે પણ જારદાર દેખાવ કરવા માટે ઇચ્છુક છે. પોઇન્ટ ટેબલમાં મુંબઇ હાલમાં ચોથા સ્થાને છે. મુંબઇએ ૧૩ મેચોમાં છમાં જીત મેળવી છે અને સાતમાં તેની હાર થઇ છે. તેના ૧૨ પોઇન્ટ છે. ઇન્ડીયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જાડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવશે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડીયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડીયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડીયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે.દિલ્હી ડેરડેવિલ્સે હજુ સુધી ૧૨ મેચો રમી છે જે પૈકી નવમાં તેની હાર થઇ છે.મેચને લઇને દિલ્હીમાં તમામ તૈયારી કરી લેવાઇ છે. દિલ્હી અને મુંબઇ વચ્ચેની મેચ હાઇ વોલ્ટેજ રહી શકે . ટીમો નીચે મુજબ છે.
મુંબઇ ઇન્ડીયન્સ ઃ બુમરાહ, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.
દિલ્હી ડેરડેવિલ્સ ઃ અભિષેક શર્મા , અવેશ કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ગંભીર, ઘોષ, ગુરકિરત, અય્યર, લમીચન્ને, મનજ્યોત કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય, શંકર, પીપી શો, ટેવાઇટિયા, જાદવ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY