ચેક રિટર્નના કેસમાં આરોપી મહિલાને બે વર્ષની કેદ કરાઇ

0
14

અમદાવાદ, તા.૨૯
શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી વાસણ શેરી ખાતે એક જ મકાન એકથી વધુ વ્યકિતને વેચી મારી વિધવા મહિલા સાથે છેતરપીંડી આચરવાના ચકચારભર્યા કેસમાં ચેક રિટર્નના ગુનામાં આરોપી મહિલા ભાવિકા અમિતકુમાર ખલાસને એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ બે વર્ષની સજા અને રૂ.દસ હજાર દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. ચેક રિટર્નના કેસમાં કોઇ મહિલા આરોપીને બે વર્ષની સજા થઇ હોય તેવો આ હુકમ જવલ્લે જ જાવા મળતો અને નોંધનીય ચુકાદો કહી શકાય. કોર્ટે આરોપી મહિલાને મહત્તમ બે વર્ષની સજા ફટકારતાં ચુકાદામાં નોંધ્યું છે કે, આ માત્ર ચેક રિટર્નનો જ કેસ નથી પરંતુ સમગ્ર પ્રકરણમાં વિધવા મહિલા સાથે છેતરપીંડી આચરી હોવાનું સ્પષ્ટ જણાય છે. આરોપીએ અન્ય વતી જવાબદારી અદા કરવા આપેલા ચેક રિટર્ન થાય છે. આરોપીના ગુનાને હળવાશથી લઇ શકાય તેમ નથી. આરોપી મહિલાના ધર્મના દિયર રવિ કનુભાઇ પટેલને મદદરૂપ થવા કબૂલાતનામુ કરી ચેક આપ્યા હતા અને તે રિટર્ન થયા છે ત્યારે આરોપી મહિલા વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો પુરવાર થાય છે ત્યારે આરોપી મહિલાને બે વર્ષની મહત્તમ સજા ફરમાવવી ન્યાયોચિત લેખાશે. આરોપી મહિલા જા દંડની રકમ ના ભરે તો, વધુ ચાર મહિનાની કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં તાકીદ કરી હતી. ફરિયાદી વિધવા સુમિત્રાબહેન પટેલ તરફથી આરોપી મહિલા ભાવિકા અમિતકુમાર ખલાસ વિરૂધ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ›મેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ દાખલ કરાયેલી ફરિયાદમાં એડવોકેટ નીલેશ બ્રહ્મભટ્ટે મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે, શહેરના સરસપુર વિસ્તારમાં વાસણ શેરી ખાતે એક મકાન વેચવાનું હોવાનું ધ્યાનમાં આવતાં વિધવા સુમિત્રાબહેન પટેલે મકાનમાલિક રવિ કનુભાઇ પટેલનો સંપર્ક કરી તે વેચાણ રાખ્યું હતું. સુમિત્રાબહેને રૂ.૯.૯૦ લાખનું પેમેન્ટ પણ રવિ પટલેને કરી દીધુ હતું. પરંતુ પાછળથી સુમિત્રાબહેનની જાણમાં આવ્યું હતું કે, મકાન માલિકે આ મકાન અન્ય વ્યકિતઓને વેચી મારી છેતરપીંડી આચરી છે. જેમાં દરજાજી પ્રજાપતિને મકાન વેચી મરાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી સુમિત્રાબહેને પૈસા પાછા માંગ્યા હતા અને છેતરપીંડી આચરવા મામલે ખુલાસો માંગ્યો હતો. જા કે, એ વખતે રવિ પટેલના માનેલા ભાભી ભાવિકા અમિતકુમાર ખલાસે તેના ધર્મના ભાઇ રવિ પટેલ વતી સુમિત્રાબહેનને સમાધાનના ભાગરૂપે રૂ.૯.૬૦ના ચેકો કબૂલાતનામા સાથે આપ્યા હતા પરંતુ તેમ છતાં સુમિત્રાબહેને આ ચેકો બેંકમાં જમા કરાવતાં તે અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયા હતા. આરોપીઓએ એકબીજાના મેળવાપીપણમાં ફરિયાદી વિધવા સાથે ગંભીર છેતરપીંડી આચરી છે અને તેને લાચારીભરી પરિÂસ્થતિમાં મૂકી દીધા છે.
સમાજમાં આ પ્રકારની છેતરપીંડીના અને ચેક રિટર્નના ગુનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આરોપી મહિલા હોવાછતાં તેને ગુનાને કોર્ટે સહેજપણ હળવાશથી લેવો જાઇએ નહી અને તેણીને કાયદામાં નિર્દિષ્ટ મહત્તમ સજાની જાગવાઇ મુજબ સજા ફરમાવવી જાઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આરોપી મહિલા ભાવિકા ખલાસને સબક સમાન બે વર્ષની કેદની સજા અને રૂ.દસ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY