શાળામાં છાત્રની ઘાતકી હત્યા કરનાર સગીર આરોપી વલસાડથી ઝડપાયો

0
58

વડોદરા,તા.૨૩
શુક્રવારે વડોદરામાં હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી હતી. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયના ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શાળાના બાથરૂમમાંથી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. આ વિદ્યાર્થી ઉપર તિક્ષ્ણ હથિયારના ૩૦થી વધુ ઘા ઝીંકીને હત્યા કરાઇ હતી. હત્યા કરનાર વિદ્યાર્થી મોડી રાતે વલસાડથી ઝડપાયો છે. આ ઘાતકી હત્યામાં અન્ય બે લોકો પણ હોવાની આશંકા સેવાઇ રહી છે.
મૃતક વિદ્યાર્થી દેવએ સ્કૂલમાં નવું જ એડમિશન લીધું હતું. જે દિવસે હત્યા થઇ એટલે શુક્રવારે સ્કૂલમાં તેનો ત્રીજા દિવસ હતો. હત્યા કરનાર વિદ્યાર્થી આ ઘાતકી ઘટના પછી તેના ઘરે નથી ગયો. સગીર આરોપી પર વાડી પોલીસે પૂર્વઆયોજિત કાવતરૂં અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ શાળાના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
હત્યા કરનારની સ્કૂલ બેગમાંથી ધારદાર છરો, મરચાનું પાણી, લોખંડના બે પંચ મળી આવ્યા હતા. સ્કૂલમાં થયેલાં મર્ડરમાં પોલીસને બે આય વિટનેસ મળ્યાં છે. આ બંને વિદ્યાર્થીઓ જ છે, જેઓ આરોપી સગીરને ઓળખે છે. સ્કૂલના પહેલા માળે લાગેલા સીસીટીવી પોલીસે ચેક કર્યા હતા, જેમાં પણ આરોપી દેવ સાથે બાથરૂમ તરફ લઈ જતો દેખાય છે.
આ મામલે બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિબેન પંડયા સહિત હોદ્દેદારોએ વડોદરાની મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ પર બાળ આયોગના અધ્યક્ષાની ઉપÂસ્થતિમાં મેયર,સાંસદ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે હત્યાની ઘટના અંગે પણ તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. આ બેઠકમાં જીલ્લા શિક્ષણાધિકારી સહિત શાળાના ટ્રસ્ટીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં સગીર આરોપીને મહેસાણા ખાતેના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવાની વાત મૂકી હતી. શાળામાં વધી રહેલી હિંસાના કિસ્સામાં બાળસંસદનું પણ આયોજન કરવા અધ્યક્ષે સૂચન આપ્યું હતું. શ્રી ભારતી વિદ્યાલયમાં સ્ટુડન્ટની હત્યાની ઘટનાને પગલે સ્કૂલમાં સોમવાર સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યુ છે. અને સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY