છેલ્લા ૩૬ કલાકમાં અમદાવાદમાં લોકોએ આશરે રૂ.પ.પ૦ લાખની માલમત્તા ગુમાવી

0
8

અમદાવાદ,
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એકલ-દોકલ વ્યક્તિની નજર ચૂકવી કિંમતી માલ-સામાનની તફડંચી કરતી ગેંગ સક્રિય બનતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. છેલ્લા ૩૬ કલાક દરમ્યાન કૃષ્ણનગર, નિકોલ, ઇસનપુર અને સોલામાં નજર ચૂકવી તફડંચી કરવાના બનેલા બનાવમાં લોકોએ આશરે રૂ.પ.પ૦ લાખની માલમત્તા ગુમાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, સૈજપુર ટાવર નજીક કુબેરદાસની જુની ચાલીમાં રહેતી કોકિલાબહેન સુરેશભાઇ શર્મા નામની મહિલા આ વિસ્તારમાં ફદેલી રોડ પર તખતેશ્વર મહાદેવના મંદિર પાસે પસાર થતી હતી ત્યારે બે શખસોએ તેને રોકી વિશ્વાસમાં લઇ નજર ચૂકવ્યા બાદ રૂ. બે લાખના સોનાનાં ઘરેણાં તફડાવી લીધા હતા. પોતે ઘરેણાં ગુમાવ્યા હોવાનો અહેસાસ થતા આ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે નિકોલમાં સામવેદની બાજુમાં આવેલ શ્રીમત ફલેટમાં રહેતા હર્ષભાઇ કનુભાઇ ચૌહાણ નિકોલ સરદાર મોલ પાસે પોતાનું એÂક્ટવા પાર્ક કરી ઊભા હતા ત્યારે કોઇ શખસે તેની નજર ચૂકવી એક્ટિવાની ડેકીમાંથી રૂ.૯૦ હજારની રકમની તફડંચી કરી હતી.
આ ઉપરાંત નાના ચિલોડામાં આવેલ પુષ્કર હોમમાં રહેતી હેમાબહેન મનીષભાઇ જીવનાની નામની યુવતી ઇસનપુર ચાર રસ્તાથી ઓટો રિક્ષામાં વિશાલનગર તરફ જવા માટે બેઠી હતી. આ રિક્ષામાં અગાઉથી બેઠેલા ત્રણ ગઠિયા હેમાબહેનની નજર ચૂકવી તેમની બેગમાંથી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.૮પ૦૦૦ની મતા તફડાવી ફરાર થઇ ગયા હતા.
રાણીપ ખાતે રહેતા શાંતીલાલ જીવરામભાઇ જાશી અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી રાણીપ તરફ જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલ ગઠિયાએ તેમના થેલા પર બ્લેડથી ચેકો મૂકી બેગમાંથી રૂ.૧.પ૦ લાખની રકમ તફડાવી લીધી હતી. પોલીસે આ બનાવો અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY