“છોડો કલ કી બાતે”…કિમ-ટ્રમ મિલન, વિશ્વ શાંતિના નવા અધ્યાયની શરૂઆત…?

0
19

સિંગાપૂર,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉનએ ઐતિહાસીક વાતચીત બાદ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. ત્યાર બાદ બંને રાષ્ટÙાધ્યક્ષોએ હત્યાક્ષર કર્યાં. ટ્રમ્પે કિમને મળવાને લઈને આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તર કોરિયા નજીકના ભવિષ્યમાં જ પરમાણું નિરસ્ત્રીકરણની પ્રક્રિયા પર કામ શરો કરી દેશે. જ્યારે કિમે આ મુલાકાતને આવકારતા કહ્યું હતું કે, તે ગઈ કાલને ભુલી જશે.
સંયુક્ત દસ્તાવેજા પર કિમ અને ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે તેમાં ઉત્તર કોરિયાએ સંપૂર્ણ નિરસ્ત્રીકરણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે, તો બદલામાં અમેરિકાએ પ્યોંગયોંગને સુરક્ષાની બાહેંધરી આપી છે. દસ્તાવેજા અનુંસાર અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે હવે સંબંધોનો નવો અધ્યાય લખાશે.
ડાનાલ્ડ ટ્રમ્પ અને કિમ જાંગ ઉન સિંગાપોરમાં મળ્યાં હતાં. બંન્ને વચ્ચે બેઠક થઈ હતી. જેમાં બંને નેતાઓએ સંયુક્ત નિવેદન જારી દસ્તાવેજા પર હસ્તાક્ષર કર્યાં હતાં. સંયુક્ત નિવેદનમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે બંને ખુબ જ સમ્માનિત મહેસુસ કરી રહ્યાં છીએ. શું ઉત્તર કોરિયા ૧૦૦ ટકા પરમાણું હથિયાર છોડી દેશે? તો તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, આ ખુબ જ વ્યાપક સમજુતિ છે. ટુંક સમયમાં જ પરમાણું નિરસ્ત્રીકરણની પ્રક્રિયા પર શરૂ થઈ જશે. બંને નેતાઓ ભવિષ્યમાં મળશે કે કેમ તેના પર ટ્રમ્પે કહ્યું હ્‌તું કે, અમે ફરીવાર મળીશું અને અનેકવાર મળતા જ રહીશું.
જ્યારે કિમ જાંગે આ ઐતિહાસીક બેઠકને આવકારતા ગઈ કાલને ભુલવાનો વાયદો કર્યો અને કÌšં હતું કે, દુનિયા આગામી સમયમાં મોટા પરિવર્તનો જાશે. જાકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, પરમાણું નિરસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકાએ શું પ્રસ્તાવ આપ્યો છે. બંને નેતાઓ એ આ મામલે ચર્ચા કરી નથી. પરંતુ જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું કિમ જાંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે? તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, બિલ્કુલ. કિમ ખુબ જ ક્ષમતાવાન વ્યક્તિ છે અને તે પોતાના દેશને ખુબ પ્રેમ કરે છે. જાકે અમેરિકાએ સંપૂર્ણ પરમાણું નિરસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયાને સુરક્ષાને ગેરેંટી આપી છે.
ટ્રમ્પ અને કિમની વચ્ચે આ મુલાકાત સિંગાપુરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાની લક્ઝરી હોટલ કાપેલા સિંગાપુરમાં થઇ. અમેરિકા અને ઉત્તર કોરિયન ધ્વજાની સામે બંને એક બીજાની તરફ આગળ વધ્યા અને દ્રઢતાથી એકબીજાનો હાથ થામ્યો. બંને નેતાઓએ અંદાજે ૧૨ સેકન્ડ સુધી હાથ મિલાવ્યા. આ દરમ્યાન તેમણે એક બીજાને કેટલાંક શબ્દો કહ્યા અને ત્યારબાદ હોટલના પુસ્તકાલયની ગેલેરીમાં જતા રહ્યાં.
થોડા જ મહિનાઓ પહેલા બંને નેતાઓ વચ્ચે ભારે વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ હવે બંને નેતાઓનો મિજાજ તદ્દન બદલાઈ ગયો છે. બંને નેતા સિંગાપોરમાં જાશપૂર્વક મળ્યાં અને દ્વિપક્ષીય વાતચીત કરી.
બંને નેતાઓ વચ્ચે અત્યાર સુધીમાં બે તબક્કાની વાતચીત થઈ છે. આ ઉપરાંત બંને નેતાઓએ લંચ પણ સાથે જ કર્યું હતું. બંને દેશોના પ્રતિનિધિમંડળે પણ વાતચીત બાદ ડાનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કિમ જાંગ સાથેની તેમની બેઠક ખુબ જ શાનદાર રહી. બંને નેતાઓ હોટલના રિસોર્ટમાં સાથે લટાર મારતા પણ નજરે પડ્યાં હતાં.
સેંડોસા દ્વીપના કૈપેલા રિસોર્ટમાં બંન્ને નેતાઓ વચ્ચે ૪૧ મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક છે. અમેરિકાના કોઈ રાષ્ટÙપતિ પહેલીવાર કોઈ ઉત્તર કોરિયાના નેતાને મળ્યાં હતાં. જ્યારે સત્તા સંભાળ્યાના ૭ વર્ષ બાદ કિમ જાંગ ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશસ યાત્રાએ આવ્યા છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY