છોકરીઓને કહ્યું વધુ માર્ક્સ જાઈતા હોય તો ઓફિસરો સાથે કોમ્પ્રોમાઈઝ કરો

0
171

ચેન્નાઈ,
તા.૧૮/૪/૨૦૧૮

મહિલા લેક્ચરરની નફ્ફટાઈ

તમિલનાડુની એક ખાનગી કોલેજની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવવા માટે ઓફિસરો સાથે સંબંધો બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે એક મહિલા લેક્ચરરની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા લેક્ચરર પર આરોપ છે કે તે કોલેજની છોકરીઓને વધુ માર્ક્સ તેમજ સ્કોલરશિપ અપાવવા માટે તેમને ઓફિસરો સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની સલાહ આપતી હતી. જાકે લેક્ચરરે આ ગંભીર આરોપોનો ઇન્કાર કરી દીધો છે.

મામલો તમિલનાડુના અરૂપ્પૂકોટ્ટઈની દેવાંગ આર્ટ કોલેજનો છે. અહીંયા એક મહિના પહેલા મહિલા લેક્ચરરે છોકરીઓને ઓફિસરો સાથે એડજસ્ટ કરી લો જેવા શબ્દો કહ્યા હતા. છોકરીઓ અને લેક્ચરરની વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

ઓડિયોમાં લેક્ચરર એવું કહેતી સંભળાય છે કે ૮૫% માર્ક્સ અને સ્કોલરશિપ માટે છોકરીઓએ કેટલાક એજ્યુકેશન ઓફિસરો સાથે એડજસ્ટ કરી લેવું જાઇએ. પછીથી કોલેજ અને કેટલીક મહિલા સંગઠનોના વિરોધ પછી પોલીસે મહિલા લેક્ચરરની તેની ઘરમાંથી ધરપકડ કરી લીધી.

જાકે લેક્ચરરે દાવો કર્યો છે કે તેની વાતોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ઓફિસરો સાથે રિલેશન બનાવવાની સલાહ આપવાની તેની કોઇ દાનત ન હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY