૮ છોકરીઓને બંધક બનાવીને ગરમ ચપ્પાથી દઝાડતી મહિલાની ધરપકડ

0
433

વાસ્કો,
તા.૧૭/૪/૨૦૧૮

ગોવાના વાસ્કોના એક ફ્લેટમાં આઠ બાળકીઓને બંધક બનાવીને રાખવા અને તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફ્લેટમાં મહિલા બાળકીઓના શરીર પર ગરમ ચપ્પું કરીને દઝાડીને ઇજા કરતી હતી. વાસ્કો પોલીસ થાણેના ઇન્સપેક્ટર નોલાસ્કો રાપોસોએ જણાવ્યું કે ૬થી ૧૨ વર્ષની આ છોકરીઓને ૬૫ વર્ષની એક મહિલા પાઇપથી પણ માર મારતી હતી. આ મહિલાનો દાવો છે કે તેણે આ છોકરીઓને દત્તક લીધી છે.

પોલીસે શહેરના બાઇના વિસ્તાર સ્થિત ફ્લેટમાંથી આ છોકરીઓને રવિવારે એક એનજીઓની મદદથી છોડાઇ હતી અને વીનસ હબીબ નામની આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, છોકરીઓની આ મુશ્કેલી ત્યારે બહાર આવી જ્યારે રવિવારે ચર્ચ સર્વિસ દરમિયાન સ્થાનિક લોકોએ એક છોકરીના હાથ પર ઇજાના નિશાન જાયા.

તેમણે જણાવ્યું કે છોકરીએ સ્થાનિક લોકોને પોતાની આપવીતી જણાવી જે પછી તેમણે પોલીસને આ જાણકારી આપી હતી.

પોલીસે હબીબના ફ્લેટ પર દરોડા પાડ્યાં અને તેમને બીજી સાત છોકરીઓ ત્યાંથી મળી હતી. છોકરીઓએ પોલીસને જણાવ્યું કે આરોપી મહિલા તેમને પાઇપથી ઘણું મારતી હતી. નાની નાની વાતો પર ચપ્પુ ગરમ કરીને શરીર પર ચોંટાળી દેતી હતી. પોલીસે જણાવ્યું કે હબીબ સામે આઇપીસી અને ગોવા બાલ કાનૂનની કલમોમાં કેસ નોંધીને આ મામલાની તપાસ હાથ ધરાઇ છે. પીડિત છોકરીઓને મર્સેસમાં ગોવા સરકાર દ્રારા ચલાવવામાં આવતાં આશ્રય ગૃહ ‘અપના ઘર’માં મોકલી દેવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY