ચીખલીમાં ટ્રકમાંથી ૫.૮૦ લાખનો દારૂ ઝડપાયો, બીલીમોરાના કેયુર સોલંકીની અટકાયત

0
106

ચીખલી ને.હા.નં-૪૮ ઉપર આવેલા સુંથવાડ પાટિયા પાસે શીતલ હોટલની સામે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રાત્રિના એક વાગ્યાના સમય દરમિયાન ચીખલી પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રક નં(જીજે-૫-વી-૭૪૪૯)માં દમણીયો દારૂ ભરી સુરત તરફ લઈ જવાશે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતાં પુરપાટ ઝડપે દોડી રહેલ આ ટ્રક આંતરી તલાસી લેતાં ટ્રકમાંથી વગર પાસ પરમિટે લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ મારકાવાળી નાની-મોટી બાટલી નંગ ૮,૧૬૦ જેની કિંમત રૂ. ૫,૮૦,૦૦૦ તથા એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦ તેમજ ટ્રકની કિંમત ૧૦ લાખ મળી કુલ ૧૫,૮૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક કેયુર અશ્વિન સોલંકીને પકડી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો ભરાવી આપનારા ખેપિયાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY