ચીનની વિસ્તારવાદી ખતરનાક નીતિના કારણે તમામ પડોશી દેશો પરેશાન છે. ચીન પડોશી દેશોને જંગી લોન વિકાસના નામે આપે છે.
અને તેમને ફસાવીને તેમના વિસ્તારો પર કબજા જમાવવા માટે પ્રયાસ કરે છે. તેના આ વલણને અને ઇરાદાને હવે પડોશી દેશો સમજવા લાગ્યા છે અને તેની નીતિથી સાવધાન પણ થઇ રહ્યા છે. જા કે હજુ સુધી ચીને મોટા ભાગના પડોશી દેશો પર પ્રભુત્વ જમાવી લીધુ છે. ચીનનુ વાર્ષિક ઉત્પાદન ભારત કરતા સાત ગણુ વધારે છે અમારા પડોશી દેશોને ઘેરીને તે ભારત પર પ્રભાવ જમાવવાના પ્રયાસમાં રહે છે. અમે આર્થિક રીતે ચીનનો સામનો કરી શકવાની સ્થતીમાં નથી. અમે ચીનની જેમ પડોશી દેશોની મદદ કરવાની પણ સ્થતીમાં નથી પરંતુ રાજદ્ધારી પ્રયાસો મારફતે ચીનના પ્રભાવમાંથી આ મિત્ર દેશોને બચાવી શકે છે. બીજી બાજુ દક્ષિણ ચીન દરિયામાં તેલ અને ગેસના સંશોધનની બાબત અમારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.
બંગાળના અખાત, હિંદ મહાસાગર અને અરબ સાગરમાં સ્થત તેલ ભંડારો આપણા દેશની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે નહીં. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધખોળથી અમે અમારી ઉર્જા જરૂરિયાતોને ભવિષ્ય માટે વધુ યોગ્ય બનાવી શકીએ છીએ. તેલ અને ગેસની શોધખોળની સાથે સાથે એક શક્યતા એવી પણ બની શકે છે કે ત્યાં કોઈ નવા પ્રકારના ખનીજ પદાર્થોની શોધ થઈ જાય જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ટેકનિક પર વધારે વિશ્વાસ જાગે અને બીજા દેશ ભારતીય કંપનીઓને આમંત્રણ આપે. દક્ષિણ ચીન દરિયામાં તેલની શોધને લઈને ચીનની ઉંઘ હવે હરામ થઈ ગઈ છે. ડ્રેગનની બેચેની પણ દેખાવા લાગી ગઈ છે. આ તમામ મુદ્દે ભારતને પીછેહઠ કરવાના બદલે આગળ વધવાની જરૂર છે. અમે આવું કરવામાં સક્ષમ છીએ કારણ કે અમારી પાસે નવી ટેકનોલોજી છે. ભારતીય વૈજ્ઞાનિક ટેકનોલોજીને સતત વિકસીત કરી રહ્યા છે. આ જ કારણસર ચીન અમારી આ નીતિથી ચિંતાતૂર છે અને દક્ષિણ ચીન દરિયા પર પોતાના પ્રભુત્વ સામે ઉભા થઈ રહેલા ખતરાને લઈને પરેશાન છે. આ ચીનની ગભરામણ છે કે તે ભારતને વિયતનામમાં તેલ અને ગેસ ન શોધવાની ચેતવણી આપી રહી છે. જે ચીનના દરિયાઈ હિસ્સા તરીકે બિલકુલ નથી.
આ અમારો આંતરરાષ્ટ્રીય અધિકાર છે જેથી અમે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની શોધખોળ પર કામ કરી શકીએ છીએ. અહીં એક બાબત સમજવી પડશે કે કોઈ અમારા જળક્ષેત્રમાં બહાર કોઇ પણ પ્રકારની શોધખોળ કરે તો અમને કોઈ સમસ્યા થવી જાઈએ નહીં. જા અમે ત્યાં તેલની શોધખોળ કરીશું નહીં તો કોઈ અન્ય દેશ આ કામ કરશે. ચીન એવું જ ઈચ્છે છે કે તે આ ક્ષેત્રમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખે આ જ કારણસર તે વાંધાજનક નિવેદન કરીને ભારત પર દબાણ લાવવાના પ્રયાસમાં છે. ભારત આ બાબતોનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જવાબ આપે તે ખૂબ જરૂરી છે. પોતાની નીતિઓ અને યોજનાઓને અટકાવ્યા વગર સતત આગળ વધારે તે પણ ખૂબ જરૂરી છે. અહીં ચીનને સ્પષ્ટ ચેતવણી આપવી પડશે કે ભારત તેની બાબતોને ગંભીરતાથી લેતું નથી.આ વાસ્તવિકતા છે કે જા ચીન હિંદ મહાસાગર સ્થતિ પડોશી દેશો અને અરબ સાગરમાં પાકિસ્તાન જઈને બંદરોનું નિર્માણ કરે છે તો તે તેનો અધિકાર છે અમને આનાથી કોઈ તકલીફ હોવી જાઈએ નહીં. પણ સાવધાની ખૂબજ જરૂરી બની ગઈ છે.
આ જ રીતે જા અમે દક્ષિણ ચીન દરિયામાં જઈને કોઈ શોખખોળ કરીએ તો ચીનને આનાથી કોઈ સમસ્યા હોવી જાઈએ નહીં. જા તેને ભારતથી કોઈ ખતરો દેખાઈ રહ્યો છે તો તે પોતાના સ્તર પર સાવધાની રાખી શકે છે. બિનજરૂરી નિવેદનબાજી કરીને તેનો કોઈ ફાયદો થનાર નથી. આ ક્ષેત્રમાં પોતાના પ્રભુત્વને જમાવવા માટે ચીને દક્ષિણ ચીન દરિયા સ્થત તમામ દેશોથી માત્ર નારાજગી વહોરી છે. તે આ દેશોને આ ક્ષેત્રોને લઈને સતત ધાક ધમકી આપતો રહે છે. જેથી આ ક્ષેત્રમાં સ્થત તમામ દેશો તેનાથી નારાજ પણ છે. તમામ દેશો ઈચ્છે છે કે ચીનને આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવાની તક આપવામાં ન આવે. જાપાન અને વિયેતનામ જેવા દેશ પણ ચીનને સાવધાન કરતા રહ્યા છે કે તે આ ક્ષેત્રમાં પોતાના પ્રભાવને જમાવવાના પ્રયાસ ન કરે.
ચીનને સૌથી મોટો ભય એ છે કે તે દક્ષિણ એશિયામાં બનાવવામાં આવેલા પ્રભુત્વે ગુમાવી ન દે. તે એશિયામાં નંબર વન બનવા માટે ઇચ્છુક છે. સાથે સાથે વૈશ્વિક સ્તર પર તે અમેરિકાની બરોબરી કરવા ઈચ્છુક છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
ક્તશાળી દેશ તરીકે ઉભરે. ભારતે હકારાત્મક સંદેશા હાલમાં જે આપ્યા છે તેનાથી તેની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ ક્ષેત્રમાં સ્થત દેશ ભારતની તરફેણ કરી રહ્યા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની દાદાગીરી ચલાવે તે ઈચ્છતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે આનાથી ભારતને ફાયદો થશે.ચીનની ચેતવણી અને ધમકીઓને લઈને ભારતને ચિંતાતૂર થવાની જરૂર નથી. આ મુદ્દાને લઈ ગંભીર થવાની પણ જરૂર નથી. જા ભારત આ ક્ષેત્રમાંથી પીઠેહઠ કરશે તો ભવિષ્યની નીતિ અયોગ્ય રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





