ચોટીલા માં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતા પ્રેમ માં પડેલ પિતરાઈ સગીર ભાઈ-બહેન ને પકડી પડયા

0
195

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધાર્મિક જગ્યા હોય, વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ તેમજ તળેટી વિસ્તારમાં ખાસ પ્રકારનું ચેકીંગ હાથ ધરવા સૂચનાઓ કરવામાં આવેલ છે. જે અન્વયે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇ. પી.ડી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા ચોટીલા ખાતે કાયમી સમયાંતરે વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ તથા તળેટી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવે છે…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇ. પી.ડી.પરમાર, પો.સ.ઇ. આઇ.કે.શેખ, જે.જે.ચૌહાણ, હે.કો. કેતનભાઈ, હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, રયધનભાઈ, પ્રતીક્ષા બેન, વિલાસબેન, હંસાબેન, સહિતના સ્ટાફ દ્વારા તળેટી વિસ્તારમાં સઘન ચેકીંગ દરમિયાન એક સગીર યુવતી રાધા અને સગીર યુવક રામુ (બંનેના નામ બદલાવેલ છે) મળી આવેલ હતા. તેઓ બંનેની પૂછપરછ કરવામાં આવતા, પોતે ભાઈ બહેન હોવાનું જણાવતા, તેઓના વાલીનો મોબાઈલ નંબર માંગવામાં આવતા, ગલ્લા તલ્લા કરવા લાગેલ અને મહા મહેનતે તેઓના મિત્રનો નંબર આપતા, તેઓના મિત્રને મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવતા, તેનાં મિત્રે આ બંને પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર તા. 23.04.2018 ના રોજ રાત્રીના સમયે નાસી ગયેલ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલાં ની હકીકત ચોટીલા પોલીસને જણાવેલ હતી…

મળી આવેલ સગીર યુવતી અને યુવકના મિત્ર દ્વારા જણાવેલ હકીકતથી ચોટીલા પોલીસ ચોંકી ઉઠી હતી અને આ બાબતે સુરત શહેર ખાતે તપાસ કરાવતા, સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે સગીર યુવતીના અપહરણ અંગે સગીર યુવક સામે ગુન્હો દાખલ થયેલ છે અને સગીર યુવક સગીર યુવતીના મોટા બાપુનો દીકરો ભાઈ થાય છે. આમ, બંને પિતરાઈ સગીર ભાઈ બહેન એકબીજાના પ્રેમમાં પડેલા હોય, ઘરેથી રૂ. 3,50,000/- લઈને નાસી ગયેલા અંગે યુવકના કાકા અને સગીર યુવતીના પિતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી. ચોટીલા પોલીસ માટે આ બાબત વધુ ચોંકાવનારી નીકળી હતી…..

આમ, ચોટીલા પોલીસ દ્વારા શંકાસ્પદ હાલતમાં સગીર યુવતી અને યુવકને પકડી પાડવામાં આવતા, સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર નીકળતા, ચોટીલા પોલીસ દ્વારા સુરત શહેર પોલીસને જાણ કરવામાં આવતા, સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશનની એક ટીમ કબ્જો લેવા માટે ચોટીલા ખાતે બંને સગીરનાં માતા પિતા તથા પોલીસ સાથે આવતા, ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સુરત શહેર પોલીસ તથા બંને સગીરનાં વાલીઓએ ચોટીલા પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી…

ચોટીલા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ સગીર યુવતી અને સગીર યુવક પિતરાઈ ભાઈ બહેન થાય છે અને એકબીજાના પ્રેમમાં હોય, ઘરેથી રૂપિયા લઇને નાસી ગયેલ અને ચોટીલા ખાતેથી પકડી પાડવામાં આવતા, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ, ફેસબુકના યુગમાં સગીર યુવાન છોકરા છોકરી અવળા રવાડે ચડી જતા, માતાપિતા માટે ક્ષોભજનક પરિસ્થિતિનું નિર્માણ કરી દેતા હોય છે. આ કિસ્સો આજના સાંપ્રત સમયમાં માતાપિતા તથા સંતાનો માટે લાલબત્તી સામાન કિસ્સો સાબિત થયો છે…
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY