ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના બે અલગ-અલગ રહેણાંક મકાનમાં ભોયરા માંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ

0
104

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રવિ પબ્લિક જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર. ડી. ગોહિલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરભાઈ પારધી તથા સરદારસિંહ ગોહિલ તથા પ્રતાપસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ઠાકોર તથા કિશનચંદ્ર રાઠોડ વિગેરે એલસીબી સ્ટાફના માણસો ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરભાઈ પારઘી નાઓએ મળેલ બાતમી હકીકત આધારે ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ મફતીયા પરા માં રહેતા અબદુલભાઇ જુમાભાઈ ભટ્ટી ના રહેણાંકના મકાનમાં બનાવેલ ભોયરામાંથી ગેરકાયદેસર પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો નં 91 તેની કિંમત આશરે રૂપિયા 36,400/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ
મફતિયાપરામાં રહેતા અકબરભાઈ જુમાભાઈ ભટ્ટી નારણ એક મકાનમાં બનાવેલ ભોયરામાંથી ગેરકાયદેસર પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 144 તેની કિંમત આશરે હશે રૂપિયા 57600/- તથા બિયર નંગ 240 કી. રૂપિયા 24000/- મળી કુલ રૂપિયા 81600/- નો મુદ્દામાલ મળી આવતા મજકુર ઈસમો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરાવેલ છે મજકુર સમો અગાઉ ઇંગ્લિશ દારૂ તથા દેશીદારૂના ગુનાઓ દાખલ થયેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY