આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર રોડવેઝની બસે સાત લોકોને કચડી નાંખ્યા

0
6

છ સ્કૂલના વિદ્યાર્થીઓ,૧ ટીચરનો સમાવેશ,સરકારે મૃતકોને સહાય જાહેર કરી
લખનઉ,તા.૧૧
આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. એક્સપ્રેસ-વે પર કન્નૌજ પાસે રોડવેઝની બસે ૭ લોકોને કચડી દીધા છે. માનવામાં આવે છે કે, તેમાં ૬ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ૧ ટીચર હતા. આ બધા એક્સપ્રેસ-વેની એક સાઈડમાં ઊભા હતા. તે દરમિયાન સ્પીડમાં આવતી એક બસે તેમને કચડી નાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બધા સંત કબીર નગરમાં રહેતા હતા.
એક્સિડન્ટ પછી સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦-૫૦ હજારની મદદની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, આ એક્સિડન્ટ પછી મુખ્યમંત્રીએ પ્રભા દેવી વિદ્યાલયના ૬ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.
સંતકબીર નગરના પ્રેમાદેવી ઈન્ટર કોલેજના અંદાજે ૫૫૦ વિદ્યાર્થીઓ હરિદ્વાર એજ્યુકેશન ટૂર પર જઈ રહ્યા હતા. સોમવારે સવારે અંદાજે ૪ વાગે અમુક બસમાં ડીઝલ પુરૂ થઈ ગયું હતું. એક્સપ્રેસ-વે પર તિર્વા કોતવાલી ક્ષેત્રમાં દરેક બસોને રોડની સાઈડમાં ઊભી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક બસમાંથી બીજી બસમાં ડીઝલ ભરી રહ્યા હતા. ત્યારે એક બસે તેનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તેણે રોડ પર ઊભેલા ૯ વિદ્યાર્થીઓને કચડી દીધા હતા. એક્સિડન્ટમાં ૬ વિદ્યાર્થીઓના અને ૧ શિક્ષકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ૧૦થી ૧૨ બસોમાં વિદ્યાર્થીઓ હરિદ્વાર જઈ રહ્યા હતા.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY