સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે

0
49

અમદાવાદ,તા.૧૭
શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે શખ્સો વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.
છેલ્લા ઘણા સમયથી બે શખ્સો દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવતા યુવક પાસેથી હપ્તાના નામે ખંડણી માગતા હતા. સોલા પોલીસે હાઇકોર્ટ તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ બે શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.
નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા અને એમ્બ્યુલન્સ ચલાવતા કાર્તિકભાઇ પાટીલે સોલા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. કાર્તિકભાઇ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવતા હતા. કાર્તિકભાઇનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતા તેમણે પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ખરીદી હતી અને સોલા સિવિલ હોસ્પિટલમાં તેનો ઉપયોગ કરતા હતા.
કાર્તિકભાઇ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર અથવા અંદર પાર્ક કરતા હતા ત્યારે કરણસિંહ વિહોલ ને લાલભાઇ દેસાઇ સહિતના કેટલાક લોકો તેની પાસે ગયા હતા અને રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી કાર્તિકભાઇના જણાવ્યા અનુસાર તેમની પાસે દર મહિને દસ હજાર રૂપિયાનો હપ્તો માગ્યો હતો.
કાર્તિકભાઇ આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે ગયા, પરંતુ પોલીસ તેમની ફરિયાદ નહીં લેતાં હાઇકોર્ટમાં રીટ કરી હતી. હાઇકોર્ટ તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સોલા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY