કેવડિયા વિસ્તારમાં રોજના 15 હજાર પ્રવાસી આવવાના ત્યારે CNG પેટ્રોલ પંપ શરૂ કરવા માંગ

0
250

કેવડિયા થી ડભોઇ અને ઉમલ્લા 70 કિમિ દૂર આવેલા આ CNG પમ્પો હોય ગરુડેશ્વર શરૂ થાય એવી માંગ વધી

રાજપીપળા: સરદાર નર્મદા બંધ અનેેચ્યુ ઓફ યુનિટી ને લઈને આજે કેવડિયા એ વિશ્વનું મોટું પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં એક પણ CNG ગેસ પમ્પ નથી, જેથી અહીંયા આવતા હજારો પ્રવાસીઓ આટવાય છે. આટલું મોટું ટુરિસ્ટ પોઇન્ટ હોય ગેસ પમ્પ હશે, તેમ સમજીને પ્રવાસીઓ ફરવા આવી જાય છે. ત્યારે અટવાય છે અને ક્યારેક ગાડીઓ ખેંચીને લઇ જવાનો વારો આવે છે, જેથી પ્રવાસીઓ ને માટે પેટ્રોલિયમ કંપનીઓએ CNG ગેસ પમ્પ આપવા જોઈએ.

આ બાબતે ભાવનગર ના શીલાબેન રામી એ જણાવ્યું હતું કે અમે સવારે ડેમ સાઈટ ફરવા આવ્યા ત્યારે ગેસ પુરાઈને આવ્યા હતા પરંતુ અમારે પરત ફરવા ફરી ગેસ પુરાવવા ની જરૂર પડી પરંતુ અહીંયા 70 કિમિ ના અંતરે ગેસ પમ્પ છે ત્યારે હવે આટલા મોટા સ્થળ પર એકાદ તો ગેસ પમ્પ હોવું જોઈએ.

આ બાબતે એક પેટ્રોલ પમ્પ ધારક ગજેન્દ્રસિંહ સુરતીયા એ જણાવ્યું હતું કે અમારેગરુડેશ્વર ખાતે પેટ્રોલ પમ્પ છે અને ગ્રાહકો ની એકજ ફરિયાદ છે કે CNG ગેસ પમ્પ હોય જોકે અમારી પાસે જગ્યા પણ છે અને વ્યવસ્થા પણ જો સરકાર મંજૂરી આપે તો અમે ચોક્કસ ચાલુ કરી દઈએ અમે તૈયાર છે. અને ખરેખર આખા નર્મદા જિલ્લામાં ક્યાંય નથી.એટલે ગરુડેશ્વર માં પેટ્રોલપમ્પ હોય તો પ્રવાસીઓ ને ઘણી રાહત થાય.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY